December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

પાસે રેલવે લાઈન પસાર થતી હોવાથી સલામતિ ખાતર ટ્રેન
વહેવાર થોડો સમય અટકાવી દેવાયેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી નજીક આવેલ કરમબેલી સ્‍થિત સ્‍કેપના ગોડાઉનમાં આજે મંગળવારે સાંજના સુમારે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
કરમબેલીમાં રેલવે લાઈન પાસે આવેલ પ્‍લાસ્‍ટીક સ્‍કેપ ગોડાઉનમાંઅચાનક ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. આગથી ધુવાડાના મોટા વાદળો છવાઈ ગયા હતા. આગનું સ્‍વરૂપ જોતા ગોડાઉનમાં કેમિકલ હોવાનું અનુમાન છે. પરંતુ તપાસ બાદ જ સ્‍પષ્‍ટતા થશે. બાજુમાં જ વેસ્‍ટર્ન રેલવેની લાઈન પસાર થતી હોવાથી આગથી કોઈ અજુગતી ઘટના ના ઘટે તે માટે સલામતિ ખાતર રેલવે વહેવાર થોડા સમય માટે થોભાવી દેવાયો હતો. ગોડાઉન કોનું છે, આગ કેમ લાગી ના સવાલો અકબંધ છે.

Related posts

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

વાપી ન.પા.ના શાસકપક્ષના નેતા નિલેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓની માનસિક સ્‍ફૂર્તિ અને અવેરનેસ માટે યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

Leave a Comment