March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડ

દમણથી દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટ બગડતા ઉદવાડા દરિયા કિનારે 6 આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને બે બોટ મળી રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

હેમલ કામળી (રહે. વાંકડ)નાની દમણ, પાતલિયા રોયલ વાઈન શોપનોસંચાલક, જયેશ પટેલ (રહે. છરવાડા દંતરાઈ ફળિયા, વલસાડ)ની દારૂ હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા ત્રણેય વોન્‍ટેડ જાહેર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25 : સંઘપ્રદેશ દમણમાંથી રોડ માર્ગે યેનકેન પ્રકારે કેટલાય વર્ષોથી બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતા આવ્‍યા છે અને પોલીસ પણ આવા બુટલેગરોને ઝભ્‍ભે કરી જેલની હવા ખવડાવી ચુકી છે. ફરી એક વાર વલસાડ જિલ્લા પોલીસે વિવિધ સ્‍થળોએ નાકાબંધી ગોઠવી દમણની બોર્ડરો શીલ કરી દીધી છે. જેને લઈ બુટલેગરો માટે રોડ માર્ગે દારૂ ઘુસાડવાનું શકય ન બનતાં હવે દરિયાઈ માર્ગે તેઓએ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્‍ન કરાતા દમણથી દરિયા કિનારે બોટમાં વિદેશી દારૂનો જથ્‍થો ભરી નીકળેલી એક બોટ ઉદવાડા દરિયા કિનારે આવી હોવાની બાતમી મળતા પારડી પોલીસે છાપો મારી ત્‍યાંથી બે બોટ અને વિદેશી દારૂનો જથ્‍થો મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ છ જેટલા આરોપીની ધરપકડ કરી દરિયા માર્ગે થતી દારૂ હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રસિંહ, ક્રિપાલસિંહ, બીપીન સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે નાની દમણ ખાતે રહેતો આશિષ ટંડેલ કળતિકા કળપાનામની બોટમાં દમણ દરિયા કિનારેથી વિદેશી દારૂનો જથ્‍થો ભરી દરિયાઈ માર્ગે વલસાડ, ડુંગરી, દાંતી, ભાગલ ખાતે લઈ જવાનો હોય તેમજ આ બોટ બગડી જતા ઉદવાડા ખાતે દરિયા કિનારે લાવી બીજી બોટમાં દારૂ ટ્રાન્‍સફર કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા તેઓએ તાત્‍કાલિક આ અંગે પારડી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલ અને પીએસઆઈ જે એન. સોલંકીને જાણ કરતા તેમણે વધુ ટીમને ઉદવાડા રવાના કરી દરિયા કિનારે છાપો માર્યો હતો અને કળતિકા કળપા નામની બોટ નંબર આઈએનડી જીજે 15 એમએમ 2953 માંથી વિદેશી દારૂનો જથ્‍થો અન્‍ય નંબર વગરની બોટમાં ટ્રાન્‍સફર કરતા પારડી પોલીસે છ જેટલા આરોપીઓ આશિષ ઉર્ફે અજય ઉર્ફે કોલી નરસિંહભાઈ ટંડેલ, ધર્મેશ બાબુભાઈ પટેલ બંને રહે. નાની દમણ અને યોગેશ ઉર્ફે યોગી હરીશભાઈ ટંડેલ, જીગર ઉર્ફે જીગુ હરીશ ટંડેલ બંને રહે. કોલક બારીયાવાડ, ભુપેન્‍દ્ર નટવરભાઈ ટંડેલ, મયુર નંદલાલભાઈ ટંડેલ બંને રહે. મોટી દાંતી અક્ષરધામ ફળિયા વલસાડ ને ઝડપી પોલીસે આ બોટમાંથી અલગ અલગ વિદેશી દારૂની બોટલ નંગ 5424 જેની કિંમત રૂપિયા 3,36,000 તેમજ બે બોટની કિંમત રૂપિયા 12,00,000 મળી અંદાજે રૂપિયા 15 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસે દરિયાઈ માર્ગે થતી દારૂ હેરાફેરીના નેટવર્કનોપર્દાફાશ કર્યો છે. આ દારૂ હેરાફેરીમાં હેમલ ઈશ્વરભાઈ કામળી રહે. નાની દમણ, વાંકડ, પાતલિયા અને રોયલ વાઇન શોપનો સંચાલક તેમજ જયેશ રમેશભાઈ પટેલ રહે. છરવાડા દંતરાઈ ફળિયા, વલસાડની દારૂ હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા આ ત્રણેયને વોન્‍ટેડ જાહેર કરાયા છે.

Related posts

ચીખલીના હરણગામ કાવેરી નદી પરના બ્રિજના પિલ્લરોમાં તિરાડ અને સળિયા દેખાતા મરામત માટે ઉઠેલી માંગ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment