December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈમાં બની રહેલ બિલ્‍ડીંગ સામે બની રહેલ ગેરેજને તોડી પાડવા બિલ્‍ડરે ધમકી આપી

સુદામા પાસવાસ માલિકીની જમીનમાં ગેરેજ બનાવતા બિલ્‍ડીંગની રોનક ઓછી થતા બિલ્‍ડર હિતેશ ભાનુશાલીએ ધમકી આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી વિસ્‍તારમાં જમીન અને નવા બાંધકામો અંગે ઘણા વિવાદ થતા રહ્યા છે તેવો વધુ વિવાદ વાપીના મોરાઈમાં સામે આવ્‍યો છે. નિર્માણાધિન બિલ્‍ડીંગ સામે એક ટુકડો જમીન ધરાવતા જમીન માલિકે ગેરેજનું બાંધકામ શરૂ કરતા બિલ્‍ડરે જમીન માલિકને બાંધકામ તોડી પાડવાની ધમકી અને હેરાનગતિ શરૂ કરી હતી તેથી જમીન માલિકે ટાઉન પોલીસમાં લેખિત ફરિયાદ બિલ્‍ડરની વિરૂધ્‍ધ આપી છે.
વાપી મોરાઈમાં સામાન્‍ય ગેરેજનું કામકાજ કરતા સુદામા પાસવાને મોરાઈમાં નાનો ટુકડો જમીન જે તે સમયે ખરીદી હતી. પંચાયત દફતરે આ જમીન સુદામાના નામે 7/12માં રેકર્ડ ઉપર છે. બીજા તરફ અહીં મોટી જગ્‍યા રાખીને બિલ્‍ડર હિતેશ ભાનુશાલી મોટી બિલ્‍ડીંગનું નિર્માણ શરૂ કરેલ છે. સુદામાએ પોતાના જમીન ઉપર રોજીરોટી માટે ગેરેજ બનાવવા માટે કાચા શેડની શરૂઆત કરતા બિલ્‍ડરે સુદામાને ધમકી આપી હતી કે અમારી બિલ્‍ડીંગની રોનક તમારી ગેરેજથી ઓછી થઈ જશે તેથી તોડા પાડીશું. એક વાર જે.સી.બી. પણ બોલાવાયેલ. બન્ને પક્ષે કોઈ સમાધાન નહી થતા નાનો ટુકડો ધરાવતા જમીન માલિક સુદામા પાસવાને વાપી ટાઉન પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

Related posts

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment