November 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ધરમપુરમાં પરંપરાગત રાજાશાહીથી રમાતી નારિયેળ ટપ્‍પાની રમત સાથે દિવાસાની ઉજવણી

રોપણીનું કામકાજ પતાવ્‍યાના આનંદમાં આદિવાસીઓ દિવાસાની પરંપરાગત ઉજવણી કરે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ધરમપુર તાલુકા વિસ્‍તારમાં અષાઢી અમાસ એટલે દિવાસાની ઉજવણી આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે. આજે ગુરૂવારે ધરમપુરમાં નારિયેળ ટપ્‍પા દાવની રમત સાથે હજારો આદિવાસીઓએ દિવાસાની ઉજવણી કરી હતી.
ધરમપુર અને કપરાડા તાલુકો પહેલાં એક હતો. 238 જેટલા ગામોમાં મોટાભાગે આદિવાસીઓનો બહુધા વસવાટ છે. આદિવાસીઓના અનેક તહેવાર-પર્વ તેમની પરંપરા સંસ્‍કૃતિ દ્વારા ઉજવવામાં આવે છે તે અંતર્ગત આજે દિવાસાનો તહેવાર પણ રાજાશાહીથી ચાલતી આવેલી પરંપરા મુજબ ઉજવણી કર્યો હતો. ધરમપુરના સમડીચોક બજાર વિસ્‍તારમાં નારિયેળ ટપ્‍પાની રમત રમી આદિવાસીઓ દિવાસાની ઉજવણી કરી હતી. એકબીજાના હાથમાં નારિયેળ પકડી પછી ફોડવામાં આવે- જેનું નારિયેળ ફૂટી જાય તે સામેવાળાના નારિયેળ આપી દેવું પડે. આ રમતનો મહિમા યથાવત આજે પણ જળવાઈ રહ્યો છે. ચોમાસાની રોપણી કાર્ય પુર થયાના આનંદમાં દિવાસાની ઉજવણી આદિવાસીઓ કરતા હોય છે.

Related posts

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

vartmanpravah

Leave a Comment