January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
સમાજના દરેક ક્ષેત્રમાં સામાજીક, આર્થિક ઉત્‍થાનના ઉદ્દેશ સાથે વિશ્વભરમાં કાર્ય કરતી લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલની લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી આલ્‍ફા દ્વારા રાષ્‍ટ્રના નિર્માણની જવાબદારી જેમના શીરે છે તેવા બાળકોના માનસિક વિકાસની સાથે સાથે તેઓનામાં રમત ગમત પ્રત્‍યે રૂચી વધે અને રમત ગમત જ એક એવી પ્રવૃત્તિ છે જેમાં હારનાર વ્‍યક્‍તિ પણ પોતાની હાર ખુશી ખુશી સ્‍વિકારતી હોય છે. જેથી સમાજમાં અને તેમના જીવનમાં મૈત્રી ભર્યું વાતાવરણ સર્જવામાં રમત ગમત મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે અને આવા જ ઉદ્દેશથી વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને એટલે કે 15 વર્ષથી નાના છોકરા; 15 વર્ષથી નાની છોકરી તથા જનરલ કેટેગરીના ગૃપ બનાવવામાં આવીને ચેસ રમવાની હરીફાઈ રાજ રેસીડન્‍સી, વાપીના કોમન હોલમાં રાખવામાં આવી હતી. જેમાં 17 બાળકો વિજેતા બનેલ. જે બાળકોને ઈનામ આપીપ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતાં. આવી રમત ગમતની પ્રવૃત્તિ સમયે લાયન્‍સ ક્‍લબ ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2ના ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લા.મુકેશભાઈ પટેલ હાજર રહી આવા ઉમદા અને બાળકોના મનોવિકાસના કાર્યની સરાહના કરી હતી. જીએમટી કો.ઓર્ડીનેટર લા.મોનાબેન દેસાઈ, રીજીયન ચેરમેન લા.ખુશમનભાઈ, ઝોન ચેરમેન લા.ફાલ્‍ગુનીબેન ડીસ્‍ટ્રીના પ્રથમ લેડી લા.હીનાબેન પટેલ વિગેરે મહાનુભાવો હાજર રહી ક્‍લબના સભ્‍યોમાં પ્રોત્‍સાહન આપી પીઠબળ પુરૂ પાડયુ હતું. આવી ખેલદીલ પ્રવૃત્તિ સમયે ક્‍લબના પ્રમુખ લા.રંજનાજીએ મહાનુભાવોનું સ્‍વાગત કર્યુ હતું અને સભ્‍યો લા.ચેતનભાઈ, ખજાનચી લા.એ.એન. રાવ હાજર રહ્યા. અંતમાં અંતમાં આભારવિધિ સેક્રેટરી લા.પ્રજ્ઞાજીએ કરી હતી.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસ ખાતે આયોજીત સંઘપ્રદેશ સ્‍તરીય અંડર-17 બોયઝ અને ગર્લ્‍સ ખો-ખો સ્‍પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની

vartmanpravah

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

Leave a Comment