October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નેત્રંગ, તા.12: ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અત્રેની સરકારી વિનયન અને વાણિજ્‍ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે તા. 11.03.2023ના રોજ આદીવાસી સંસ્‍કળતિ અને સાહિત્‍ય નામનોરાષ્‍ટ્રીય સેમીનાર યોજાયો હતો. જેમાં દેશના નામાંકિત વિદ્વાનો, અધ્‍યાપકો અને સંશોધકો એ વિમર્શ કર્યો. આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી એ કર્યું હતું. ડૉ. પાડવી એ આદિવાસી સાહિત્‍યને વિશ્વ સમક્ષ પ્રસ્‍તુતિ કરવા તેમજ આ દિશામાં વધુ સંશોધન થાય તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. આ સેમિનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ આશીર્વચન આપતા આદિવાસી સંસ્‍કળતિની જાળવણી માટે આહ્‌વાન કર્યું હતું. અમરકંટકની ઈન્‍દિરા ગાંધી ટ્રાઈબલ યુનિવર્સિટીથી પધારેલા ડૉ. પ્રમોદ કુમારે અંદામાનની આદિવાસી સંસ્‍કળતિ તેમજ તેમની ભાષાઓ વિશે મનનીય પ્રવચન આપ્‍યું હતું. નાસિક કોલેજના ડૉ. શંકર ભોયરે એ આદિવાસી સાહિત્‍યના તત્‍કાલીન પ્રશ્નોને વાચા આપી હતી. એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગ ના અધ્‍યક્ષ ડૉ.પુંડલીંક પવાર અને આણંદના ડૉ. માનસિંહ ચૌધરીએ તેમના વક્‍તવ્‍યો દ્વારા સંશોધકોને આ વિષય પર નવા ખેડાણ થાય તેવી વાત રજૂ કરી હતી. ઝગડિયા કોલેજના આચાર્ય ડૉ. જયેશ પૂજારા એ પ્રેરક વક્‍તવ્‍ય આપ્‍યું હતું. સેમિનારના સંયોજક ડૉ. જસવંત રાઠોડના નિમંત્રણને માન આપી ખાપર કૉલેજ, મહારાષ્‍ટ્ર થી આવેલ આચાર્ય શ્રીગીરાસે, દાદરા નગહવેલીનાં પૂર્વ આચાર્ય ડૉ. રાજેન્‍દ્ર રોહિત, અંકલેશ્વર કૉલેજના અંગ્રેજી વિભાગના અધ્‍યક્ષ ડૉ. જી.કે. નંદા, ભરૂચના ડૉ. અમિત કપૂર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્‍ડિકેટ મેમ્‍બર શ્રી વિમલભાઈ શાહ, સરભાણ કોલેજના આચાર્યશ્રી, વિનયન શાખાના ડીન ડૉ. ઈશ્વરભાઈ પટેલ, બારડોલી કૉલેજ ના ડૉ. રમેશ પરમાર, નિઝર કોલેજના ડૉ. પ્રજ્ઞા ફળદુ, સરભાણ કોલેજના ડૉ. નરેશ વસાવા, ગાંધીનગર ના ડૉ. સંગીતા ચૌધરી, અમદાવાદના ડૉ. જાગૃતિ પટેલ, ડાંગ, ધરમપુર, ઝગડિયાના અધ્‍યાપકો, અને દેશના તેમજ ગુજરાતના ખૂણે ખૂણે થી આવેલ સંશોધકો એ આ સેમીનારને સફળ બનાવ્‍યો હતો.
કૉલેજના આચાર્ય શ્રી ડૉ. જી.આર. પરમારના નેતૃત્‍વ હેઠળ આ સેમિનારમાં વિવિધ વિષયો જેવા કે આદિવાસી નૃત્‍ય, કળા, ખોરાક, રીત રીવાજો, સાહિત્‍ય, કવિતા, ફટાણા, મહિલાઓની સમસ્‍યાઓ અને બોલીઓ વિશે વિચારો પ્રસ્‍તુત થયા હતા. કૉલેજના સિનિયર પ્રાધ્‍યાપક શ્રી અરવિંદ કુમાર મ્‍યાત્રા એ આખા આયોજનની જહેમત ઉઠાવી હતી. ડૉ. સંજય વસાવા અને ડૉ. નરેશ વસાવાએ રજીસ્‍ટ્રેશનની કામગીરી કરી 150થી વધુ લોકોને જોડયા હતા. ડૉ. અજીત પ્રજાપતિ અને પ્રો. વિક્રમ ભરવાડએ મહેમાનોને ભોજન તેમજ ટ્રાન્‍સપોર્ટેશન અને અન્‍ય સવલતો પૂરી પાડીસરાહનીય કામગીરી કરી હતી. પ્રો. જ્‍યોતિ વૈષ્‍ણવ એ તેમની આગવી છટા થી સ્‍ટેજ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રો. દીના ધંધુકિયા, પ્રો. અનિતા રાઠોડ, પ્રો.ધર્મેશ વસાવા, ડૉ. યોગેશ ચૌધરી વગેરે એ ભૂમિકા નિભાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ જેવા દૂરના વિસ્‍તારમાં રાષ્‍ટ્રીય સેમીનારનું આયોજન કરી કૉલેજે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે સંયોજક ડૉ. જસવંત રાઠોડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્‍યું હતું કે આવતા વર્ષોમાં સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની આનંદ અને ઉત્‍સાહથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment