October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને વાપી તાલુકાના બીઆરસી આયોજિત કલા ઉત્‍સવ 2022 ઔદ્યોગિક વસાહત મુખ્‍ય શાળા બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. આ કલા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને વિવિધ સ્‍પર્ધામાં વિજેતા બની સંસ્‍થાનું ગૌરવ વધાર્યું હતું.
‘‘ભારત કી આઝાદી કા અમૃત મહોત્‍સવ” અંતર્ગત ‘‘ઘર ઘર તિરંગા કાર્યક્રમ”ના ભાગરૂપે વાપી તાલુકાના કક્ષાના આ કલા ઉત્‍સવ સોમવારના રોજ આયોજીત કાર્યક્રમમાં કલ્‍સટર કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને વિવિધ સ્‍પર્ધાઓ સંગીત ગાયનસ્‍પર્ધા, સંગીત વાદન સ્‍પર્ધા, બાળ કવિ સ્‍પર્ધામાં એન્‍ટ્રી મળી હતી. જેમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના (ગુજરાતી માધ્‍યમ) ના વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં સંગીત ગાયનમાં ઓમ વાલજીભાઈ દામાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલ સલવાવની સિયા હરસોરાએ બાલ કવિ સંમેલનમાં પ્રથમ ક્રમ મેળવ્‍યો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મે. ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શૈલેષ લુહાર અને તેમજ શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ (ગુજરાતી માધ્‍યમ), આચાર્ય શ્રીમતી આશા દામા (અંગેજી માધ્‍યમ) તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્‍યા હતા.
—-

Related posts

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

Leave a Comment