Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

શ્રીનાથ જોષી (આઈપીએસ) પોલીસ ઓબ્ઝર્વર અને સંજય કુમાર (આઈઆરએસ) ખર્ચ ઓબ્ઝર્વર

ઉમેદવારો અને સામાન્ય જનતા સંબંધિત ઓબ્ઝર્વરને ચૂંટણી સંબંધી ફરિયાદો માટે સંપર્ક કરી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય એ હેતુથી અને આદર્શ આચારસંહિતાના ચુસ્તપણે અમલીકરણ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રી તરણ પ્રકાશ સિંહા (આઈએએસ) – ૮૨૦૦૯૨૮૨૫૫ ની જનરલ ઓબ્ઝર્વર, શ્રી શ્રીનાથ મહાદેવ જોષી (આઈપીએસ) – ૮૨૦૦૯૯૮૩૯૫ ની પોલીસ અબ્ઝર્વર અને શ્રી સંજય કુમાર (આઈઆરએસ) – ૮૨૦૦૯૩૪૫૮૫ ની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ૨૬ – વલસાડ (અ.જ.જા) મતવિસ્તારમાં કોઈપણ ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે સંબંધિત ઓબ્ઝર્વરોનો જણાવેલ મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરી શકે છે.
ચૂંટણી સંબંધી ફરિયાદો માટે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૪ x ૭ ફરિયાદ સેલ ખાતે નાગરિકો/મતદારો માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ તથા લેન્ડ લાઈન નં. ૦૨૬૩૨ – ૨૪૦૦૧૪ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં સંબંધિત ઓબ્ઝર્વરશ્રી પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્વયે સર્કિટ હાઉસ તિથલ ખાતે સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા દરમિયાન મળશે.

Related posts

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

vartmanpravah

Leave a Comment