October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

દીવ ખાતે જી-20ની બેઠક પહેલાં તમામ હોટલો, વેપારી પ્રતિષ્‍ઠાનો તથા સરકારી કાર્યાલયોનું ફાયર ઓડિટ કરાવવું ઈચ્‍છનીય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.05: દીવની પસંદગી જી-20ની બેઠક માટે થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું ગૌરવ પણ વધવા પામ્‍યું છે. વિશ્વના 20 દેશોના મુખ્‍ય પ્રતિનિધિઓ દીવ ખાતે આવવાના હોવાથી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ એક નવી ઓળખ ઉભી થશે. તેથી સંઘપ્રદેશ પ્રશાસનની સાથે સાથે દીવના લોકો અને દીવના વેપારી, હોટલ સંગઠનોની જવાબદારી પણ વધવા પામી છે.

તાજેતરમાં દીવના નાયડા ખાતે તાડના વૃક્ષોમાં અને દીવના ચક્રતીર્થ બીચની સામે આવેલ ખુલ્લી જગ્‍યામાં લાગેલી આગની ઘટનાએ અગમચેતીના પગલાં માટે પણ સિગ્નલ આપ્‍યું છે.

દીવના નાગવા બીચનું અનેરૂ આકર્ષણ છે. આ વિસ્‍તારમાં ઘણી હોટલો પણ આવેલી છે. તેથી એક ફાયર બ્રિગેડનું વાહન નાગવા ખાતે રહે તે ઈચ્‍છનીય છે. કારણ કે, આગ જેવી ઘટનાના સમયે દીવથી નાગવા સુધી ફાયર બ્રિગેડના વાહનોને પહોંચતા ખાસ્‍સો સમય નિકળી જતો હોય છે. તેથી નાગવા ખાતે એક ફાયર બ્રિગેડની આઉટ પોસ્‍ટ બનાવવી જરૂરી હોવાની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે.

અત્રે નોંધનીય છેકે, જી-20નું પ્રતિનિધિ મંડળ મે-2023ના પ્રથમ સપ્તાહમાં દીવ આવવાનું છે ત્‍યારે દીવ જિલ્લાની તમામ હોટલો, સરકારી કાર્યાલયો, વેપારી પ્રતિષ્‍ઠાનો વગેરેનું ફાયર ઓડિટ કરાવવું આવશ્‍યક હોવાનું દેખાય છે. ફાયર ઓડિટ થવાથી જો કોઈ ક્ષતિ હશે તો તેને દૂર કરવા આગોતરી મદદ મળશે.

Related posts

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

વલસાડના ગાડરીયા ગામે ડ્રાઈવરને ઝોંકુ આવતા ટેમ્‍પો ઝાડ સાથે અથડાયો : ડ્રાઈવર-ક્‍લિનર બોડીમાં ફસાયા

vartmanpravah

Leave a Comment