April 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને કરેલ લેખિતરજૂઆતમાં જણાવ્‍યું છે કે વાસ્‍મો સર્વિસ રૂલ્‍સ-2002 નું પાલન કરવામાં આવે અને તમામ કર્મચારીઓને એ મુજબના લાભો શરૂઆતથી જ આપવામાં આવે, વિવિધ સરકારી વિભાગોમાં સમાન પ્રકારની કામગીરી કરતા સરકારી કર્મચારીઓને મળતા વિવિધ લાભો સહિત સમાન કામ સમાન વેતન મુજબના લાભો આપવામાં આવે, પીવાના પાણી માટે સતત ચાલતી આ કામગીરી હોવાથી નિયમિત કર્મચારીઓનો દરજ્‍જો આપી તે મુજબના લાભો આપવામાં આવે, દરેક કર્મચારીઓને પીએફનો લાભ શરૂઆતથી આપવામાં આવે અને મળવાપાત્ર ગ્રેજ્‍યુએટી સમયસર ચુકવવામાં આવે સર્વિસ રૂલ્‍સને ધ્‍યાને લઈને પોષ્ટ વાઈઝ પગાર ધોરણ નક્કી કરવામાં આવે અને દર ત્રણ વર્ષે નિયમિત રીતે પોષ્ટ અપગ્રેડેશન માટેનો લાભ કર્મચારીઓને જોડાયેલ છે. ત્‍યારના સમયગાળાથી આપવામાં આવે તેમજ પ્રવર્તમાન ધોરણ મુજબના પ્રયાસ ભથ્‍થા અને ચાર્જ એલાઉન્‍સની ચુકવણી કરવામાં આવે.
હાલમાં વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા નલ સે જલ કાર્યક્રમના ભાગરૂપે ગ્રામ્‍ય સ્‍તરે દરેક કુટુંબોને નળ કનેક્‍શનથી પીવાનું પાણી આપવાનું ભગીરથ કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી મિશન મોડમાં કરવામાં આવી રહી છે ત્‍યારે પડતર માંગણીઓનો ઝડપથી ઉકેલ આવે તે માટે આવેદનપત્ર પાઠવી કર્મચારીઓ દ્વારા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah

Leave a Comment