October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.20: મધ્‍યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવસારી શહેરના વિવિધ સ્‍થળની મુલાકાત લીધી હતી.
રાજ્‍યપાલશ્રીએ નવસારીના ઉન ખાતે સાંઈબાબા મંદિરની મુલાકાત કરી, ટ્રસ્‍ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાંઈબાબાના ટ્રસ્‍ટીશ્રીઓએ રાજ્‍યપાલશ્રીને આવકારી, સન્‍માન કર્યુ હતું. ત્‍યારબાદ રાજ્‍યપાલ શ્રી જુનાથાણા સ્‍થિત શનિદેવ મંદિર ખાતે શ્રી ગણેશ સ્‍થાપનમાં ઉપસ્‍થિત રહી પૂજા-અર્ચના કરી હતી.
રાજ્‍યપાલશ્રી નવસારીની મુલાકાત દરમિયાન ગુજરાત ગાર્ડિયનના પત્રકાર સ્‍વ.શ્રી ધનેશભાઈ પારેખનું થોડા સમય પહેલા હૃદય હુમલાથી મૃત્‍યુપામ્‍યા હતાં. તેમના ઘરે જઈ રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલે સ્‍વ.શ્રી ધનેશભાઈના ધર્મપત્‍ની અને તેમના પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
આ અવસરે નવસારીના ધારાસભ્‍ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી સહિત અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

ભિલાડ ખાતે કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક

vartmanpravah

Leave a Comment