ભૂમિ સેનાના કાર્યકરો એકત્ર થઈ સુત્રોચ્ચાર કરતાપોલીસ કાફલો ખડકાયો, હાઈવે ઓથોરિટીએ કામગીરી ચાલું રાખી હતી![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/12/WhatsApp-Image-2024-12-06-at-7.33.57-PM.jpeg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: હાલમાં વડોદરા એક્સપ્રેસ વે ની ગુજરાત મહારાષ્ટ્રમાં કામગીરી ઉઠાવાઈ રહી છે તેવો મામલો આજે તલાસરી તાલુકાના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થનાર સુચિત એક્સપ્રેસ અંગે મામલો ભભુકી ઉઠયો હતો. બહુધા આદિવાસી વિસ્તારના ખેડૂતોને જમીન સંપાદન વળતર નહી ચુકવીને કામગીરી ચાલું કરી દેતા મામલો ગરમાયો હતો. હજારોની સંખ્યામાં આદિવાસીઓએ ભેગા થઈને એક્સપ્રેસ વે ની કામગીરી અટકાવી દેતા પ્રશાસન દ્વારા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહેલ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે (સુચિત) ની કામગીરી ચાલી રહી છે પરંતુ ક્યાંક હાઈવે માટે સંપાદિત કરાયેલ જમીનો અંગે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેનું કારણ માત્ર સપાટી ઉપર વારંવાર એ આવી રહ્યું છે કે જમીનનું મળવાપાત્ર વળતર અપાયું નથી. બસ આજ મુદ્દો આજે તલાસરી તાલુકાના કોચાઈ અને બોરખલ ગામે ઉઠયો હતો. સ્થાનિક ભૂમિસેના નામની સંસ્થા ખેડૂતોના વળતર માટે સક્રિય છે. આજે મામલો વધુ ઉંચકાવાનું અન્ય એક કારણ પણ હોવાનું બહાર આવ્યું હતું. જમીન વળતર નહી મળતા એક ખેડૂતની પત્નીએ આપઘાત કરી કર્યો છે. આ મુદ્દે લોકોમાં રોષવધુ ભભુક્યો અને આજે રોડ ઉપર ઉતરી હંગામો મચાવી દીધો હતો. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. બીજી તરફ ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે ખેડૂતોને પૈસા ચુકવ્યા વગર કામ શરૂ કર્યું હતું તેથી પૈસાની ચુકવણી વિના કામ નહી કરવાની ચેતવણી પણ આપેલી હતી. તેથી હાઈવેની કામગીરીમાં રૂકાવટને ડામી દેવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરાવી હતી તેથી મામલો આજે વધુ ઊંચકાયો હતો. બીજો મુદ્દો ખેડૂત પત્નીનો આપઘાત અંગે પોલીસ નકારી રહી છે. આપઘાત પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો જવાબદાર છે. જો કે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસીઓના હિતોની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે. એજન્સીઓ જમીનના પેપર માંગી રહી છે. પરંતુ બાપદાદા- પરદાદાની મિલકતોના પેપર ક્યાંથી લાવવા એ કોયડો પણ હજું ગુંચવાયેલો રહ્યો છે.