September 5, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

કન્‍ટેનરમાં મૃત 50 જેટલા બળદો મળી આવેલા : દફનવિધી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા-નાસિક રોડ ઉપર કપરાડા પોલીસ આજે ગુરૂવારે વાહન ચેકીંગમાં હતી ત્‍યારે નાસિક તરફ જઈ રહેલ મૃત પશુઓ ભરેલુ કન્‍ટેનર પોલીસે ઝડપી પાડયું હતું.
કપરાડા નાસિક રોડ ઉપર પોલીસ વાહન ચેકીંગ કરતી હતી ત્‍યારે એક દુર્ગંધ મારતુ કન્‍ટેનર પસાર થતા પોલીસે કન્‍ટેનર અટકાવવાની કોશિષ કરી હતી પરંતુ ચાલક ભાગી છૂટયો હતો. આગળ જઈ કન્‍ટેનર છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે કન્‍ટેનરનો કબજો કરી તપાસ કરી તો કન્‍ટેનરમાં મૃત 50 જેટલા બળદો મળી આવ્‍યા હતા. પશુપાલન વિભાગને જાણ કરી પશુઓનું પી.એમ. કરાવાયું હતું. ત્‍યારબાદ પશુઓની દફનવિધી હાથ ધરાઈ હતી. પોલીસે અજાણ્‍યા કન્‍ટેનર ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ક્‍યાંથી મૃત બળદ ભરવામાંઆવ્‍યા અને ક્‍યાં પહોંચાડવાના હતા તેની વિગતો બહાર આવશે.

Related posts

ફોટોસ્‍ટોરી

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્‍ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ

vartmanpravah

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment