(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: છેલ્લા 6-માસથી સેફરોન હોટલમાં રહેતા નરીદરસિંહ હોશિયારસિંહએ ગળેફાંસો ખાઈ લેતા વધુ તપાસ પોલીસે કરી રહી છે.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના થાલા નેશનલ હાઈવે નં-48 ઉપર આવેલસેફરોન હોટલમાં છેલ્લા 6-માસથી નરીદરસિંહ હોશિયારસિંહ (મૂળ રહે.75-એફ.એફ આશિયાના ગ્રીન્સ અહિંસા ખંડ-2 ઈદિરાપુરમ ગાજીયાબાદ યુ.પી) (હાલ રહે.થાલા સેફરોન હોટલના રૂમ નં-206 તા.ચીખલી) રહેતા હતા. જે છેલ્લા બે દિવસથી હોટલમાં જમવા માટે કોઈ ઓર્ડર ન આપતા હોય જેથી હોટલ સંચાલક દ્વારા રૂમમાં તેમજ તેમના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા રીસીવ ન કરતા બાદ રૂમમાં જઈ દરવાજો ખખડાવતા એ પણ નહી ખોલતા જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસ હોટલમાં જઈ દરવાજો ખોલી જોતા નરીદરસિંહ હોશિયારસિંહ પંખા સાથે ગમચો વડે ગળેફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોવા મળતા પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થળ ઉપર પહોંચેલી પોલીસે રૂમની તલાસી લેતા રૂમમાં નરીદરસિંહના મોબાઈલ ફોનની નીચે મુકેલ ડાયરીના પાનામાં ‘‘સેલ્ફ સ્યુસાઈડ નો વન રિસ્પોન્સ” એમ અંગ્રેજીમાં લખ્યું હતું.