Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા તા.18મી સપ્‍ટેમ્‍બરને રવિવારના રોજ ઈટાળવા ખાતે આવેલ ક્ષત્રિય સીરવી સમાજની વાડીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરમાં 48 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું. જે સુશ્રુષા બ્‍લડ બેંકમાં જમા કરવામાં આવ્‍યું હતું. સુશ્રુષા બ્‍લડ બેંકના સ્‍ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી બજાવવામાં આવી હતી. રક્‍તદાન શિબિરમાં મોટીસંખ્‍યામાં રક્‍તદાતાઓએ ભાગ લીધો હતો. શિબિરમાં રક્‍તદાતાઓને ગીફટ આપવામાં આવી હતી. જેમાં દાતા શ્રી હેમલભાઈ શાહ, શ્રી વિલેષભાઈ શાહ, શ્રી દર્શનભાઈ શાહ, શ્રી ભરતભાઈ શાહ ઉપસ્‍થિત રહ્યા હતા. રજીસ્‍ટ્રેશન કાઉન્‍ટર પર શ્રી ચિત્રાભાઈ અને શ્રી કેયુરભાઈએ ફરજ બજાવી હતી. એસોસિએશના વેપારી મિત્રોની મહેનત, એસો.ના પ્રમુખ શ્રી વિલેષધભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી રીતેશ શામવાની, સેક્રેટરી શ્રી હેમલ શાહ, ટ્રેઝરર શ્રી સુરેશ ખત્રીના સાથ સહકાર અને પરિશ્રમથી રક્‍તદાન શિબિર સફળ રહી હતી.

Related posts

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah

Leave a Comment