October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્‍યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ પર જતા અરજદારો અટવાયા

ગાંધીનગર જઈ રહેલા 20 જેટલા વીસીઈ કર્મચારીઓને પોલીસે ડિટેઈન કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલીતાલુકા સેવા સદનમાં મામલતદાર અને પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારો, રેવન્‍યુ તલાટીઓ, કારકુન, પટાવાળા સહિતના નિયમિત અને આઉટસોર્સિંગના પ0થી વધુ કર્મચારીઓ સામૂહિક રીતે સીએલ પર જતા કચેરી સુમસાન ભાસી રહી હતી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા અરજદારો અટવાઈ પડયા હતા. સેવા સદનમાં તમામ પ્રકારની કામગીરી બંધ રહેતા અરજદારોએ ધક્કા ખાવાની નોબત આવી હતી.
આઉટસોર્સિંગ, કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓ સમાન કામ સમાન વેતન કાયમી કરવા તમામ પ્રકારના લાભ આપવા જે કર્મચારીઓ પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે. તેમને ઉચ્‍ચત્તર પગાર ધોરણના લાભો આપવામાં આવે સરકાર દ્વારા એજન્‍સીઓને અંદાજિત 15000 સુધીની ચુકવણું થાય છે. પરંતુ એજન્‍સીઓ દ્વારા માત્ર સાત થી આઠ હજાર રૂપિયા જ ચૂકવવામાં આવે છે. આવા તમામ પ્રકારના પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે.
વધુમાં રેવન્‍યુ કર્મચારીઓ દ્વારા જૂની પેન્‍શન યોજના લાગુ કરવા, સાતમા પગાર પંચના તમામ ભથ્‍થાઓ એરિયર્સ સહિત ચૂકવવા, પ્રથમ જિલ્લા ફેર બદલીનો કેમ્‍પ યોજી નવી નિમણૂકો આપવામાં આવે, સર્કલ ઓફિસરશ્રીઓને હાલની મોંઘવારીને ધ્‍યાને લઇ પીટીએ વધારવામાં આવે ફિક્‍સ પગાર બાબતે સરકારશ્રી દ્વારા નામદાર સુપ્રિમકોર્ટમાં દાખલ કરેલ પિટિશન પરત ખેંચી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂક થી તમામ લાભો આપવા સહિતની માંગ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વીસીઈ કર્મચારીઓ દ્વારા કમિશન બેઝ ઈ-ગ્રામ પોલિસી હટાવી ફિક્‍સ વેતન (રૂ.19,500/-) સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સ્‍પીડ ધરાવતી ઇન્‍ટરનેટ કનેક્‍ટિવિટી પૂરી પાડવામાં આવે, સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ-3 માં સમાવેશ કરવામાં આવે તે સહિતની માંગ સાથે ગાંધીનગર દેખાવ કરવા જઈ રહેલા ચીખલી તાલુકાના 20 જેટલા કર્મચારીઓ પોલીસે કામરેજ ખાતે ડિટેઇન કરી ચીખલી પોલીસને કબ્‍જો અપાયો હતો.

Related posts

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

આજે મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

Leave a Comment