September 8, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

નિગમમા 105 ની બદલીઓ : 77 વિવિધ અધિકારીઓને ધન લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: એસટી નિગમમાં ત્રણ વર્ષથી વધુની સેવાઓ થઈ હોય તેવા અધિકારીઓની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને બઢતી પણ આપવામાં આવી છે જ્‍યારે કેટલાકની સ્‍વવિનંતીને માન આપી ઈચ્‍છિત જગ્‍યાએ મૂકવામાં આવ્‍યાછે. લગભગ 77 અધિકારીઓને નવા વર્ષમાં ધન લાભ કરવામાં આવ્‍યો છે અને 105 ડેપો મેનેજરની બદલી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ પંદર યાંત્રિક વિ. ઈજનેરોને અવ્‍વલ વિભાગીય યાંત્રિક ઈજનેર તરીકેની બઢતી આપવામાં આવી છે. બીટી પટેલને સુરતથી વલસાડ વિભાગમાં બદલી બઢતી અપાઈ છે. એસ. વી. ચૌહાણ સિનિયર ડીએમઈ તરીકે વલસાડ વિભાગમાં મુકાયા છે જેઓ હવે વિભાગીય નિયામકનો હવાલો પણ સંભાળશે જ્‍યારે વીએચ શર્માની બદલી અને બઢતી આપી ભરૂચ નિમણૂક થઈ છે. ભરૂચના ચંદ્રકાંત મહાજનને વડોદરા ખાતે અવલ પરિવહન અધિકારીની નિમણૂક અપાઈ છે જ્‍યાં સુરતના વિભાગીય નિયામક સંજય જોષીની વિ.નિ. તરીકે અને વલસાડના ગિરીશ પટેલની સિનિ. ડીએમઈ તરીકે બદલી કરવામાં આવી છે.
વલસાડ ડેપોના અવલ કેન્‍દ્ર વ્‍યવસ્‍થાપક જયદીપ જોશીની રાપર બદલી કરી છે તેમની જગ્‍યાએ એ. એ. અટારાની પાલનપુરથી બદલી થઈ છે. ધરમપુરના ડે.મે.જેસી માહ્‍લાને વાપી બદલી કરી વાપીના સુનિતા તબિયાડને બીલીમોરા ડેપો મેનેજર બનાવાયા છે. સ્‍નેહલ પટેલ ડીટીએસની નવસારી ડેપો મેનેજર તરીકે નિમણૂક થઈ છે. નવસારીના વી.પી રાવળને પાટણ નિમણૂક આપી છે. બીલીમોરાના ડેપો મેનેજર મુકેશ રાઠોડની ગઢડા બદલી થઈ છે.
ધરમપુર ખાતે શ્રીમતી બીજી પટેલની બોરસદ થીબદલી કરી ડેપો મેનેજરની જવાબદારી સોંપાય છે. કે. એસ. ગાંધી અમદાવાદના ડીટીઓને વલસાડ વિભાગીય કચેરીના ડીટીએસ શ્રીમતિ જેએન ગણાવાની ડેપો મેનેજર તરીકે બદલી થતાં અવ્‍વલ પરિવહન અધિકારી બનાવાયા છે. સુરતથી સુશ્રી એએમ ટંડેલને હિસાબી અધિકારી વલસાડ બનાવાયા છે.
વર્ગ એકના નવ અધિકારીની બદલી થઈ છે જેમાં અમદાવાદથી ભુજ ડેપો મેનેજર બનાવેલા આર. જે. નિર્મલ ને મધ્‍યસ્‍થ કચેરીમાં લાવી નિગમના સચિવ બનાવાયા છે જ્‍યારે એન.એસ. પટેલને હવે ઈડીપી મેનેજર મધ્‍યસ્‍થ કચેરી બનાવાયા છે. નિગમે 21 મી તારીખે વીસેક દફતરી હુકમો કરી બદલી બઢતીનો ગંજીપો ચીપિયો હતો. જેના મિશ્ર પ્રત્‍યાઘાતો પડ્‍યા છે બદલી બઢતી વાળા તમામને 27મી ઓક્‍ટોબરથી નવી જગા સંભાળવાનો આદેશ થયો છે.

Related posts

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

નાની દમણના મરવડ ખાતે હોસ્‍પિટલના નિર્માણમાં કાર્યરત કામદારો સાથે જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ સચિવે આરોગેલો શ્રમયોગી પ્રસાદ

vartmanpravah

ડુંગરા પોલીસે કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે ચોરીના ઈરાદે આવેલા યુવકની અટકાયત કરી

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

Leave a Comment