October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

આરોપી બે ડ્રાઈવર-બે ક્‍લિનર પોલીસ સ્‍ટેશન લઈ જવાતા 1 ક્‍લીનર કુદી ફરાર : 20.88 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ટાઉનમાં રહેતા હિંસા નિવારણ સંઘના સંચાલક અને ગુજરાત પ્રાણી કલ્‍યાણ બોર્ડ ગાંધીનગરના કારોબારી સભ્‍ય રાજેશ હસ્‍તીમલ શાહને શનિવારે બાતમી મળી હતી કે પાલનપુરથી બે ટ્રક બકરા ભરી ભિવંડી મુંબઈ તરફ જવા નિકળી છે. હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ બગવાડા ટોલનાકાથી પીછો કરી બન્ને ટ્રકો ગુંજન ફલાય ઓવરબ્રિજ નીચે અઠકાવી પકડી પાડી હતી.
બાતમી બાદ રાજેશ શાહે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ સાથે બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક નં.જીજે 24 વી 7023 તથા ટ્રક નં.જીજે 24 વી 5910 ને ગુંજન હાઈવે ફલાય ઓવરબ્રિજ છેડે અટકાવી દીધી હતી. ટ્રકમાં 32+56 મળી કુલ 88 બકરા ક્રરતાપૂર્વક ભરીને ભિવંડી મુંબઈ લઈ જવાતા હતા. પોલીસે બે ડ્રાઈવર અને બે ક્‍લિનરને ઝડપી લઈ પો.સ્‍ટે. લઈ જવાતા હતા ત્‍યારે એક ક્‍લિનર ભાગી છૂટયો હતો. પોલીસે ફરારજાહેર કરી ચાર વિરૂધ્‍ધ ગુનો નોંધી ટ્રક અને બકરા મળીને રૂા.20.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બકરા ભરાવનાર અને લેનારને વોન્‍ટેડ જાહેર કરાયા હતા.

Related posts

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

સેટલમેન્‍ટ અથવા રેસિડેન્‍શિયલ ઝોનમાં દમણ જિલ્લામાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિનો જિલ્લા પ્રશાસને કરેલો આદેશ

vartmanpravah

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment