October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: તાલુકાના સુરખાઇ ગામે શુક્રવારના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો રાજ્‍યકક્ષાના વન અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈપટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના લાભાર્થીઓની સિલાઈ મશીન, અલુક મશીન, ટેબલ, વજન કાંટા સહિતની સાતેક જેટલી કિટો એજન્‍સી દ્વારા સોલધરા ગામની સહકારી મંડળીના ગોડાઉન ભાડે રાખી આપવામાં આવી હતી. અને સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓને સુરખાઇ થી સોલધરા બોલાવાયા હતા.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં નવસારી, ચીખલી, વાંસદા, ખેરગામ, જલાલપોર સહિતના જિલ્લાભરમાં 370 ની આસપાસ લાભાર્થીઓ બપોરે એકાદ વાગ્‍યાના અરસામા સોલધરા આવી ગયા હતા. જેના બે કલાક બાદ કીટનું વિતરણ શરૂ કરાતા અને પૂરતી વ્‍યવસ્‍થાના અભાવે મંથર ગતિએ વિતરણ ચાલતા મોડી સાંજે પણ કામગીરી પુરી ન થતા કલાકો થી રાહ જોતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા અકળાઈને તંત્ર સામે રોષ ઠાલવતા ભારે હોબાળો થવા પામ્‍યો હતો. અને અવ્‍યવસ્‍થા સર્જાતા એક સમયે કાઉન્‍ટર બંધ કરી દેવાની નોબત આવી હતી. જેને પગલે તંત્રએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
સોલધરા ગામે મોડી સાંજ પડતા અંધારું પણ થઈ જતા સ્‍થાનિક આગેવાનો દ્વારા લાઈટની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અને મોડી સાંજે અધિકારીઓને અક્કલ આવતા ત્રણ કાઉન્‍ટર કરાયા હતા. તંત્રને લાભાર્થીઓની સંખ્‍યા ખબર જ હોય તેવામાં પહેલેથી જ વધારે કાઉન્‍ટર કરવા જોઈતાહતા.
તાલુકામાં પ્રાંત સહિતના ઉચ્‍ચ અધિકારીઓ હોવા છતાં આ પ્રકારની અવ્‍યવસ્‍થા સર્જાતી હોય અને લોકોએ હેરાન પરેશાન થવાની નોબત આવતી હોય તેવામાં ઉચ્‍ચ અધિકારીઓની વહીવટી કુશળતા સામે અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.

Related posts

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

ધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્‍યુ

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

Leave a Comment