Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

આરોપી સાજનગીરી શોભનગીરી મુંબઈની અટક : પોલીસે પીકઅપ અને રોકડા મળી 15.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નજીક બલીઠા હાઈવે ઉપરથી પોલીસે પુંઠાની આડમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ વાનને ઝડપી પાડી એક આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી ટાઉન પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન બલીઠા હાઈવે ઉપર દમણ તરફથી આવી રહેલી પીકઅપ ગાડીનું ચેકીંગ કર્યું હતું. પીકઅપ નં.એમએચ 04 કેએફ 8136માં પોલીસે પુઠાની આડમાં પીકઅપમાં ભરેલ 5940 નંગ દારૂની બોટલનો જથ્‍થો ઝડપી પાડયો હતો. પીકઅપ ચાલક સાજનગીરી શોભનગીરી રહે.મુંબઈની અટક કરી હતી. બે મોબાઈલ રોકડા રૂા.13 હજાર અને દારૂનો જથ્‍થો રૂા.8.22 લાખ અને પીકઅપ મળી કુલ 15.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment