Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

વિવિધ સરકારી વિભાગો એક મંચ ઉપર ઉપસ્‍થિત રહી લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો આપશે

વલસાડ તા.૦૮: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો સુધી મહિલા અને બાળ વિકાસ, આરોગ્‍ય, સમાજ સુરક્ષા તેમજ આઇ.સી.ડી.એસ. સહિત અન્‍ય વિભાગો હસ્‍તકની યોજનાના લાભો સ્‍થળ ઉપર મળી રહે તે હેતુસર શરૂ કરાયેલા નવતર પ્રયોગની ઝાંખી દર્શાવતી પુસ્‍તિકા ‘વનિતા’ વિશેષનું વિમોચન કરાયું હતું. આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ ૨૦૨૨ થી ૧૫મી ઓગસ્‍ટ, ૨૦૨૨ મહિલા સશક્‍તિકરણ પખવાડીયા સુધી ‘વનિતા’ વિશેષ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.

            કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની મહિલાલક્ષી, આરોગ્‍યલક્ષી, સંકલિત બાળ વિકાસ યોજનાલક્ષી તથા દિવ્‍યાંગ અને બાળ સુરક્ષાને લગતી યોજનાઓ કાર્યરત છે. દેશના દરેક નાગિરક સુધી સરકારની યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે તેવો સરકારનો ઉદ્દેશ છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સરકારના આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે તેમજ અંતિરયાળ વિસ્‍તારના જનસમુદાય સુધી સરકારની યોજનાનો લાભ સરળતાથી પહોંચી શકે તે ઉદ્દેશથી આંતરરાટ્રીય મહિલા દિવસથી એક નવતર પ્રયોગ હાથ ધરવા જઇ રહી છે. જેને ‘વનિતા’ વિશેષ શીર્ષક હેઠળ આવરી લેવામાં આવ્‍યું છે.

            આ નવતર પ્રયોગ અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારોના યોજનાકીય લાભ મેળવવા સવિશેષ મહિલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. વિવિધ સરકારી વિભાગો એક મંચ ઉપર ઉપસ્‍થિત રહી મહિલઓ, બાળકો, દિવ્‍યાંગોને યોજનાકીય સેવા પૂરી પાડશે. લાભાર્થીને ઘર આંગણે તમામ લાભ મળી રહેશે અને યોજનાલક્ષી તકલીફોનું નિવારણ કરવામાં આવશે. મૂળભૂત રીતે મહિલાલક્ષી, આરોગ્‍યલક્ષી દિવ્‍યાંગો અને બાળ સુરક્ષા લક્ષી તેમજ બાળ વિકાસ લક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહેશે.

            ‘વનિતા’ વિશેષ અંતર્ગત નોડલ ઓફિસરની નિમણુંક કરાશે જેના દ્વારા ધરમપુર અને કપરાડા ગામોની ગ્રામપંચાયતની યાદી તૈયાર કરી ‘વનિતા’ વિશેષ કયા ગામમાં જશે તેનું પુનઃ આયોજન નક્કી કરશે. આ ટીમ કયા ગામમાં/ગ્રામપંચાયતમાં જવાની છે તેનું પુરુ આયોજન નોડલ ઓફીસર દ્વારા કરી ગામ/ ગ્રામપંચાયત મુજબ એક સ્‍વયંસેવકની ગોઠવણી કરવામાં આવશે. આ સ્‍વયંસેવકને અગાઉથી વિભાગોની યોજનાની માહિતી આપવામાં આવશે. જે મુજબ જે તે ગામના /ગ્રામપંચાયતના લાભાર્થીઓને માહિતી આપી યાદી તૈયાર કરશે અને નક્કી કરેલ દિવસે સ્‍થળ પર હાજર રાખવામાં આવશે. અઠવાડીયામાં બે દિવસ ગ્રામ પંચાયત કે જુથ ગ્રામ પંચાયત પર જઈ સરકારના નક્કી કરેલા વિભાગની યોજનાઓનો સ્‍થળ ઉપર જ લાભ આપવામાં આવશે. આ પહેલ અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરીયાળ ગામો સુધી લાભ આપવામાં આવશે. જુથ ગ્રામ પંચાયત કે ગામ મુજબ વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને વિશેષ માહિતી આપી શકે અને લાભાર્થીઓને સ્‍થળ પર ભેગા કરનાર સ્‍વયંસેવક નક્કી કરવામાં આવશે. આઇ.સી.ડી.એસ., હેલ્‍થ વિભાગ, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ વિભાગ તેમજ અન્‍ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ પોતાની યોજનાઓના ફોર્મ – વિગત લઈને નક્કી કરવામાં આવેલી ગ્રામ પંચાયત ખાતે ઉપસ્‍થિત રહેશે, અને તેમના વિભાગને લગતી યોજનાઓનો લાભ સ્‍થળ ઉપર આપશે.

            આમ ‘વનિતા’ વિશેષ કાર્યક્રમ ધરમપુર અને કપરાડા તાલુકાના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર સાંભળવામાં આવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

Leave a Comment