January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામે ધાપસા ટર્નિંગ પર સુરતના બે યુવાનો બાઈક પર સવાર હતા જેઓ સ્‍પીડમાં હોવાને કારણે ટર્ન ના કપાતા ડિવાઈડર સાથે ભટકાતા એક યુવાનનુ ઘટના સ્‍થળ પર જ મોત થયુ હતુ અને બીજા યુવાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર શાહા અનીસ શેખ અને એનો મિત્ર મહર્ષિ જોશી બન્ને રહેવાસી સુરત જેઓ લગ્ન-પ્રસંગમાં ફોટોગ્રાફીના ઓર્ડર લઈ કામ કરે છે. નરોલી ગામે કોઈક પ્રસંગમાં એમની નવી જ પલ્‍સર બાઈક લઈને આવી રહ્યા હતા તે સમયે ધાપસા ટર્નિંગ પર વધુ સ્‍પીડમાં હોવાને કારણે ટર્ન ના કપાતા ડિવાઈડર સાથે બાઈક ભટકાઈ હતી. જેના કારણે બાઈકના ભુક્કા બોલાઈ ગયા હતા અને બાઈક પર પાછલી સીટ પર બેઠેલા મહર્ષિ જોષી રોંગ સાઈડ પરપટકાયો હતો, જેને માથાના ભાગે ગંભીર ઈજા થતા એનુ ઘટના સ્‍થળ પર જ મોત થયુ હતું. બાઈક ચાલક શાહા અનીસ શેખને પણ ગંભીર ઈજાઓ થતા સ્‍થાનિક લોકોએ 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. નરોલી પોલીસ દ્વારા અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ પ્રેમિકાની હત્‍યાનો પ્રયાસ કરવા બદલ પ્રેમી દોષિત

vartmanpravah

વાપી રોટરી નવરાત્રી થનગનાટમાં ‘થનગનાટ’ ચરમસીમાએ: પોલીસ પરિવારો સહિત યૌવન ધન હિલોળે ચઢ્યું

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

Leave a Comment