Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

ફાઉન્‍ડેશનનું દમણ બ્રહ્માકુમારીઝના વડા કાંતા દીદીએ કરેલું ઉદ્‌ઘાટનઃ સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખ પ્રતિભાબેન સ્‍માર્તે મહિલા ચળવળના મજબૂત નેતા અને પ્રખર સાહિત્‍યકાર સરોજિની નાયડુના નકશેકદમ ચાલી મહિલા સશક્‍તિકરણ કરવા આપેલો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દમણમાં આજે સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલ ફાઉન્‍ડેશનનું ઉદ્‌ઘાટન બ્રહ્માકુમારીઝ ડિવાઈન યુનિવર્સિટી, દમણના મુખ્‍ય નિર્દેશક કાંતા દીદીના પાવન હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. તેમણે નાઈટિંગલ ફાઉન્‍ડેશન સમાજ સેવાના કાર્યો દ્વારા સમાજ ઉત્‍થાન અને સમાજ સુધારણામાં મહત્‍વનું યોગદાન આપશે એવી શ્રદ્ધા વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રસંગે નાઈટિંગલ ફાઉન્‍ડેશનના સ્‍થાપક પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન મનિષ સ્‍માર્તે સંસ્‍થા શરૂ કરવાનો હેતુ સમજાવતા જણાવ્‍યું હતું કે, આ સંસ્‍થા શરૂ કરવાનો વિચાર મહિલા ચળવળના મજબૂત નેતા અને પ્રખર સાહિત્‍યકાર સરોજિની નાયડુના જીવનથી પ્રેરિત થઈ સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે ખાસ કરીને દમણમાં મહિલા સશક્‍તિકરણ માટે સમાજ સેવા સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનના ધ્‍યેય સાથે કરાયો હોવાની જાણકારી આપી હતી.
પ્રારંભમાં સંસ્‍થાના પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેનસ્‍માર્તે દમણ બ્રહ્માકુમારીઝ સંસ્‍થાના વડા કાંતા દીદીની પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સંસ્‍થાના સેક્રેટરી શ્રીમતી સંધ્‍યા પાટકીએ આટોપી હતી અને મંચનું સંચાલન શ્રીમતી સલોની અલોનીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્‍થાના ઉપ પ્રમુખ શ્રીમતી લીના કરાળે, ખજાનચી શ્રીમતી વૈશાલી પવાર, સંયુક્‍ત સચિવ શ્રીમતી અનિતા કબાડી, સંયુક્‍ત ખજાનચી શ્રીમતી મનસ્‍વી શિંદે અને મોટી સંખ્‍યામાં સંસ્‍થાના સભ્‍યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

vartmanpravah

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

Leave a Comment