Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપીના સમાજ સેવક કિરણ રાવલ સમાજ સેવા કરવામાં કોઈ કસર કરતા નથી. દરેકે દરેક પ્રવૃત્તિની ઋતુ મુજબ પોતાના તરફથી બનતા સમાજ સેવાના કાર્યો કરતા જ રહે છે. આમ સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા 8 વર્ષથી નિરંતર મનુષ્‍ય જીવો માટે તેમજ મૂંગા પશુ પક્ષીઓ માટે સમાજ સેવાના કાર્યો કરતા જ રહે છે જે વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારમાં રહેલી જનતાએ ગત દિવસોમાં જોયું છે. આમ આ વર્ષે પણ આ ગરમીમાં મૂંગા પક્ષીઓને રાહત મળે એ માટે સમાજ સેવક કિરણ રાવલે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિતરણ કેમ્‍પનું આયોજન કર્યું હતું. જેમાં મૂંગા પક્ષીઓ માટે ચકલી ઘર, પક્ષીઓ પાણી પી શકે એ માટે પાણીના બાઉલ તેમજ પક્ષીઓ દાણા ચણી શકે એ માટે બોટલ ડીસોનું વિતરણ કર્યું હતું. આમઆ વિતરણનો લાભ વાપીના પક્ષી પ્રેમીઓએ ખુબ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. સમાજ સેવક કિરણ રાવલ દ્વારા આ વખતે લાકડાના અને પુઠાના એમ બંને પ્રકારના લગભગ 3850 ચકલી ઘર, તેમજ 2600 જેટલા પક્ષીઓ પાણી પી શકે એવા પાણીના બાઉલો તેમજ પક્ષીઓ ચણ ચણવા માટે લગભગ 1300 જેટલા ડિસોનું વિતરણ કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 પ્રકારના ચકલિઘરોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આમ આ દરેક વસ્‍તુ વિનામુલ્‍યે મફત વાપીની પક્ષીપ્રેમી જનતાને આપવામાં આવ્‍યું હતું. આ વિતરણ કેમ્‍પમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને સમાજ સેવક કિરણ રાવલે આ એજ પ્રભુ સેવામાં માનનાર કિરણ રાવલ વર્ષમાં 365 દિવસ અવિરત પોતાનાથી બનતી નિઃસ્‍વાર્થ સમાજ સેવા કરતા રહે છે.

Related posts

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

Leave a Comment