Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

  • હવે, વેચાતું પાણી લેવું કે બેડા વડે ભરવા જવું એ ભૂતકાળ બની જશેઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી

    શુધ્‍ધ પાણી મળવા જઈ રહ્યું છે ત્‍યારે તેનો બગાડ થવો ન જોઈએઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ

    જિલ્લાના 6 તાલુકાના 466 ગામમાં કુલ 307439 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ‘ઘરે ઘરે શુધ્‍ધ પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 73માં સ્‍વાતંત્ર્ય દિને તા. 15 ઓગસ્‍ટ 2019ના રોજ જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમની શરૂઆતકરી હતી. રાજ્‍ય સરકારે વર્ષ 2022 સુધીમાં 100 ટકા નળ જોડાણ કામગીરી પૂર્ણ કરવાનો સંકલ્‍પ કર્યો અને આજે 16 ઓક્‍ટોબરે જિલ્લાના તમામ ઘરો એટલે કે કુલ 307439 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ થતા ગર્વ સાથે વલસાડ જિલ્લાને 100 ટકા નળ કનેકશનની સુવિધા વાળો જિલ્લો જાહેર કરવામાં આવે છે. ગામડામાં હવે બેડા વડે પાણી ભરવા જવુ કે વેચાતુ પાણી લેવુ એ ભૂતકાળ બનશે’. એમ રાજ્‍ય કક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં નલ સે જલ સિધ્‍ધિના કાર્યક્રમ પ્રસંગેજણાવ્‍યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ધરમપુર-કપરાડામાં 173 ઈંચ વરસાદ પડવા છતાં પાણી માટે વલખા મારવા પડતા હતા પરંતુ આપણા યશસ્‍વી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્‍વમાં અનેક યોજનાઓ સાકાર થઈ છે. એક એક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે વાસ્‍મો અને પાણી પુરવઠા બોર્ડે સુપેરે જવાબદારી નિભાવી છે. વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ કર્યો છે તેમ છતાં કોઈ ઘર બાકી રહ્યા હોય તો તેને પણ ડિસેમ્‍બર 2022 સુધીમાં આવરી લેવાશે.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈદેસાઈ જણાવ્‍યું કે, પાણી આપવા પહેલા વીજ કનેકશન આપવુ પડે છે જેથી ગુજરાતમાં જયાં જયાં પણ પાણીનાસ્ત્રોત છે ત્‍યાં તમામ સ્‍થળે વીજ જોડાણ આપી દીધા હોવાથી પાણી મળવામાં તકલીફ નહી પડે. ગુજરાતે અન્‍ય રાજયોની સરખામણીએ 98 ટકા સિધ્‍ધિ હાસિલ કરી છે. જેનો યશ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને આપવો પડે કારણ કે તેમણે આખા ગુજરાતનો પ્રવાસ કર્યો હોવાથી લોકોની જરૂરીયાત વિશે ખબર છે. શુધ્‍ધ પાણી ન મળવાથી બિમારીના કેસ વધે છે. હવે આપણને શુધ્‍ધ પાણી મળવા જઈરહ્યું છે ત્‍યારે તેનો બગાડ ન થવો જોઈએ તેની પણ સાવચેતી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્‍યું કે, વર્ષ 2014માં નરેન્‍દ્રભાઈ પ્રધાનમંત્રી બન્‍યા પછી સૌ પ્રથમ કામ ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કર્યુ ત્‍યાર બાદ ઘરે ઘરે પીવાનું શુધ્‍ધ પાણી પહોંચાડવાનું કામ કર્યુ અને તેમાં વલસાડ જિલ્લાએ આજે 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ કર્યો તે આપણા સૌ માટે આનંદની વાત છે. વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઈજનેર કે.કે.પટેલે સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યુ કે, વલસાડ જિલ્લામાં કુલ 307439 ઘરોની સામે 146053 ઘરોમાં નળ જોડાણની સુવિધા હતી પરંતુ 161386 ઘરોમાંનળ જોડાણની બાકી હતા જે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવી છે. હવે જિલ્લાના 6 તાલુકાના 466 ગામોના તમામ ઘર આંગણે નળથી પૂરતા પાણીની સુવિધા ઉપલબ્‍ધ કરાવાઈ છે.
આ કાર્યક્રમ દરમિયાન ઈતક્‍તીનું અનાવરણ બાદ વાસ્‍મો દ્વારા હર ઘર જલ દસ્‍તાવેજી ફિલ્‍મ રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્‍તે હર ઘર જલ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ગુલાબભાઈ રાઉત, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિત્તલબેન પટેલ, પારડી પાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્‍યો અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની સહિત વાસ્‍મો અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આભારવિધિ વાસ્‍મોના યુનિટ મેનેજર એચ.એમ.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોની અને જગદીશ આર.પટેલે કર્યું હતું.

Related posts

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment