October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના બાલદેવીના રહેવાસી ટેમ્‍પો માલિકે મસાટ ગામે એક કંપની આગળ ટેમ્‍પો નંબર ડીએન-09 જે-9108 પાર્ક કર્યો હતો ત્‍યાંથી ચોરી થઈ જવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ટેમ્‍પો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી લક્ષમણભાઈ પટેલ રહેવાસી કુવા ફળિયા બાલદેવી જેઓએ એમના ટેમ્‍પામાં પાંચ ટન આરપીઈટી ચિપ્‍સ ભરેલ અને મસાટ ગામે અમી પોલીમર કંપની પાસેપાર્ક કર્યો હતો, જે અજાણ્‍યા ઈસમો દ્વારા ચોરી કરેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી. અજાણ્‍યા ચોરટાઓ વિરુદ્ધ આઈપીસી 379 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ એ.એસ.આઈ. શ્રી આર.ડી.રોહિતને સોંપવામાં આવી હતી.
તપાસ દરમ્‍યાન ચાર આરોપી (1)સિરાજ શીશમોહમ્‍મ્‍દ નસીબુલ (ઉ.વ.39) રહેવાસી હરિયા એન્‍ટરપ્રાઈઝ મેટરી ટાવર બસ સ્‍ટોપ વાપી, (2)આલમ નસીબુલ (ઉ.વ.27) રહેવાસી વિનુભાઈની ચાલ, મસાટ (3)પિન્‍ટુ રાજેશ યાદવ (ઉ.વ.22) રહેવાસી દીપકભાઈની ચાલ મસાટ અને (4)માહિબુલ્લા અસલમ નૂર મોહમ્‍મદ ખાન રહેવાસી ડુંગરા-વાપી જેઓ પાસેથી ટેમ્‍પા સાથે કુલ ચોરીનો સામાન અંદાજીત કિંમત 8,51,350 રૂપિયા જપ્ત કરવામાં આવ્‍યો હતો. આ બાબતે આગળની તપાસ મસાટ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

Leave a Comment