(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 15/10/2022ના રોજ ઙ્કણ્ંરૂ દ્દં ણૂર્શ્વીણૂત્ત્ ત્ઁદ્દફૂશ્વરુશફૂરૂ ર્ીઁફુ ર્ળીત્ત્ફૂ ર્ીઁ ફૂશ્શ્ફૂણૂદ્દશરુફૂ ય્ફૂતયળફૂઙ્ઘ ના વિષય ઉપર પ્લેસમેન્ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુની તૈયારી હેતુ ગેસ્ટ લેકચરનું આયોજન થયું હતું.
જેમાં સિપ્લાફાર્માસ્યુટિકલ કંપનીના બિઝનેસ ડેવેલોપમેન્ટ મેનેજર તેમજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અનુપમ શુક્લા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિતરહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્લા ના નેતળત્વમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે એ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ વિશે પ્રારંભિક માહિતી આપી હતી. ત્યારબાદ આ વિષયને અનુસંધાને શ્રી અનુપમ શુક્લાએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી જેવા કે જોબ ઈન્ટરવ્યૂ એટલે શું?, ઈન્ટરવ્યુ ના પ્રકાર, ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવતા વિવિધ પ્રકારના પ્રશ્નો, ઈન્ટરવ્યુ માટે કરવામાં આવતી તૈયારીઓ જેવી કે ઈન્ટરવ્યુ પહેલા, ઈન્ટરવ્યુ દરમિયાન અને ઈન્ટરવ્યુ પછી. આ ઉપરાંત ઈન્ટરવ્યુ માટેના વિવિધ તબક્કાની સાથે શું કરવું?, શું ન કરવું? તેમજ રિઝ્યુમ અને સીવી વચ્ચેના તફાવત સમજાવીયા અને અંતમાં વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી મહત્વની બાબતો વિશે વિસ્તળત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્લાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી,પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.