Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

મંકીપોક્‍સને લઈ આરોગ્‍ય વિભાગ થયું સાવધાન, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈઃ ડો. વી.કે.દાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.29: દુનિયાભરમાં મંકીપોક્‍સ વાયરસે ધૂમ મચાવી છે. વિશ્વ આરોગ્‍ય સંગઠન મુજબ અત્‍યાર સુધી દુનિયાના 78 દેશોમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા છે. ભારતમાં પણ આ બિમારીના 4 દર્દીઓ નોંધાયા છે. વિશ્વ આરોગ્‍ય સંગઠને મંકીપોક્‍સને આંતરાષ્‍ટ્રીય ચિંતાની વૈશ્વિક સાર્વજનિક આરોગ્‍ય કટોકટી જાહેર કરી છે. એને ધ્‍યાનમાં રાખતા આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રશાસનના તમામ ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

યોજાયેલી બેઠકમાંમાહિતી આપતા આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે જણાવ્‍યું હતું કે, મંકીપોક્‍સ વાયરસના કારણે થતી સંક્રામક બિમારી છે. આ એક જુનોટિક બિમારી છે જે મનુષ્‍યોને કેટલાક પશુઓના સંપર્કમાં આવવાથી, મંકીપોક્‍સ સંક્રમિત વ્‍યક્‍તિના સંપર્કમાં આવવાથી, સંક્રમિત વ્‍યક્‍તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી કે સંક્રમિત વ્‍યક્‍તિઓના સામાન જેવા કપડાના ઉપયોગ કરવાથી થઈ શકે છે. એના લક્ષણ તાવ, માથાનો દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો, સૂજેલી લસિકા ગાંઠો અને થાકનો અનુભવ કરવા સાથે શરૂ થાય છે. એના પછી શરીર પર ચાઠા પડે છે જેના ઉપર ફોલ્લાં અને પોપડા બને છે. આ બિમારીને લઈ આરોગ્‍ય વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાની માહિતી પણ આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે આપી હતી. જેમાં તમામ આરોગ્‍ય કેન્‍દ્રો પર નજર રાખવામાં આવી રહી છે તથા દર્દીઓની સારવાર માટે જિલ્લાની દરેક હોસ્‍પિટલોમાં અલગથી આઈસોલેશન વોર્ડ બનાવાયા છે. કેટલીક સાવચેતી રાખવાથી તમે આ બિમારીથી બચી શકો છો, જેમ કે સંક્રમિત વ્‍યક્‍તિના સંપર્કમાં આવવું નહીં આવવું, હંમેશા વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા રાખવી, હાથોને સાબુથી બરાબર ધોવા વગેરે. આ સાથે તેઓએ પ્રદેશના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બિમારીથી ડરે નહીં, જો કોઈને પણ કોઈપણ લક્ષણ દેખાયતો તાત્‍કાલિક પોતાને નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર પર જઈને તેમની તપાસ અને સારવાર કરાવી શકે છે. વધુ જાણકારી માટે તેમના નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર કે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરવો.

Related posts

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

vartmanpravah

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

Leave a Comment