October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: નવસારી જિલ્લાના મુખ્‍ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ સહકારી માળખું રચી સ્‍થાપેલી ગણદેવી સુગર ફેકટરી, છેલ્લા 17 વર્ષોથી ભારતમાં સૌથી વધુ પ્રતિ ટન શેરડીના ભાવ આપતી ફેકટરી રહી છે. ત્‍યારે આજે સુગર ફેકટરીના કાર્યકારી ચેરમેન રતિલાલ પટેલ સહિત અન્‍ય ડિરેક્‍ટરોની ઉપસ્‍થિતિમાં પૂજા વિધિ સાથે પિલાણ સીઝનનો પ્રારંભ કરાવ્‍યો હતો. સુગર દ્વારા આ વર્ષ દરમિયાન 11.50 લાખ ટન શેરડી પિલાણ સામે 12 લાખ ટનથી વધુ ખાંડનું ઉત્‍પાદન મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે.
ગણદેવી સુગર ખાંડ સાથે બાય પ્રોડક્‍ટમાં મોલાસીસ, જેમાંથી રેકટિફાઇડ સ્‍પિરિટ અને તેમાંથી ઈથેનોલ બનાવે છે. સાથે જ બગાસ અને બાયો કંપોઝ ખાતરનું ઉત્‍પાદન પણ કરે છે. ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા 12 લાખ ટન શેરડીના પિલાણ સાથે 13.91 લાખ ટન ખાંડનું ઉત્‍પાદન મેળવ્‍યું હતું. જેની સાથે જ 90 હજાર ટન બગાસ, 27 હજાર ટન બાયો કંપોઝ ખાતર, 1.30 કરોડ લીટર રેકટિફાઇડ સ્‍પિરિટ અને 99.16 લાખ લીટર ઈથેનોલનું ઉત્‍પાદન મેળવી સારી એવી આવક મેળવી હતી. જેના થકી સુગર ફેક્‍ટરીએ ગત વર્ષે રાજ્‍યની તમામસુગર ફેક્‍ટરીઓમાં પ્રતિ ટન શેરડીના ખેતર બેઠા 3961 રૂપિયા ભાવ ચુકવ્‍યા હતા, જે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં ક્રમશઃ 100 રૂપિયાના વધારા સાથે ખેડૂતોને આપવામાં આવ્‍યા હતા. સુગર ફેક્‍ટરીની કાર્યપ્રણાલીથી નવસારીના ખેડૂત સભાસદોમાં ખુશી છે અને આ વર્ષે પણ સુગર સારો ભાવ આપે એવી આશા સેવી રહ્યા છે.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

Leave a Comment