October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

રૂા.3,69,11,727થી વધુની રકમનું કરાયેલું સેટલમેન્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: ગત શનિવારે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા, નવી દિલ્‍હી અને રાજ્‍ય કાનૂની સેવા સત્તા દાદરા નગર હવેલીના આદેશ મુબજ સેલવાસ જિલ્લાન્‍યાયાલય પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં ચેક બાઉન્‍સ કેસ, કામદાર વિવાદ, મોટર અકસ્‍માત કેસ, જમીન સંપાદન કેસ, રેવન્‍યુ કેસ, લગ્નના છૂટાછેડા કેસ, ફોજદારી કંપાઉન્‍ડેબલ કેસ, ટ્રાફિક કેસ, ગ્રામ પંચાયત કર વસૂલી વગેરેનો ઈ-કેસના વાદ આપસી ભાઈચારાથી નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન વિવિધ સંબંધિત પક્ષકારોએ લોક અદાલતનો લાભ લીધો હતો. લોક અદાલતનું સંચાલન જિલ્લા કાનૂની સેવા સત્તા દાનહ અને જિલ્લા ન્‍યાયાલય સેલવાસ તરફથી સિવિલ જજ અને જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રીમતી બી.એચ.પરમાર, પ્રિન્‍સિપલ ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન જજ શ્રી એસ.એસ.અડકર, મા. જજ શ્રી એ.એ.ભોસલે, દીવાની જજ વરિષ્‍ઠ સ્‍તર અને મુખ્‍ય ન્‍યાયિક દંડાધિકારી અને સભ્‍ય સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં કુલ 1668 જેટલા કેસો નોંધાયા હતા જેમાંથી 448 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો અને અંદાજીત 3,69,11,727 રૂપિયાથી વધુની રકમનું સમાધાન પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં કેટલાક જૂના કેસો પણ સામેલ હતા. આ અવસરે બાર એસોસિએશનના સભ્‍યો, વિવિધ બેંન્‍કોના અધિકારીઓ સહિત પક્ષકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્‍તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

Leave a Comment