Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: નવસારી જિલ્લાના મુખ્‍ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ સહકારી માળખું રચી સ્‍થાપેલી ગણદેવી સુગર ફેકટરી, છેલ્લા 17 વર્ષોથી ભારતમાં સૌથી વધુ પ્રતિ ટન શેરડીના ભાવ આપતી ફેકટરી રહી છે. ત્‍યારે આજે સુગર ફેકટરીના કાર્યકારી ચેરમેન રતિલાલ પટેલ સહિત અન્‍ય ડિરેક્‍ટરોની ઉપસ્‍થિતિમાં પૂજા વિધિ સાથે પિલાણ સીઝનનો પ્રારંભ કરાવ્‍યો હતો. સુગર દ્વારા આ વર્ષ દરમિયાન 11.50 લાખ ટન શેરડી પિલાણ સામે 12 લાખ ટનથી વધુ ખાંડનું ઉત્‍પાદન મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે.
ગણદેવી સુગર ખાંડ સાથે બાય પ્રોડક્‍ટમાં મોલાસીસ, જેમાંથી રેકટિફાઇડ સ્‍પિરિટ અને તેમાંથી ઈથેનોલ બનાવે છે. સાથે જ બગાસ અને બાયો કંપોઝ ખાતરનું ઉત્‍પાદન પણ કરે છે. ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા 12 લાખ ટન શેરડીના પિલાણ સાથે 13.91 લાખ ટન ખાંડનું ઉત્‍પાદન મેળવ્‍યું હતું. જેની સાથે જ 90 હજાર ટન બગાસ, 27 હજાર ટન બાયો કંપોઝ ખાતર, 1.30 કરોડ લીટર રેકટિફાઇડ સ્‍પિરિટ અને 99.16 લાખ લીટર ઈથેનોલનું ઉત્‍પાદન મેળવી સારી એવી આવક મેળવી હતી. જેના થકી સુગર ફેક્‍ટરીએ ગત વર્ષે રાજ્‍યની તમામસુગર ફેક્‍ટરીઓમાં પ્રતિ ટન શેરડીના ખેતર બેઠા 3961 રૂપિયા ભાવ ચુકવ્‍યા હતા, જે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં ક્રમશઃ 100 રૂપિયાના વધારા સાથે ખેડૂતોને આપવામાં આવ્‍યા હતા. સુગર ફેક્‍ટરીની કાર્યપ્રણાલીથી નવસારીના ખેડૂત સભાસદોમાં ખુશી છે અને આ વર્ષે પણ સુગર સારો ભાવ આપે એવી આશા સેવી રહ્યા છે.

Related posts

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

Leave a Comment