September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મંત્રાલયોમાં પડતર પ્રોજેક્‍ટો અને પ્રસ્‍તાવોને પ્રશાસકશ્રીની દિલ્‍હી મુલાકાત દરમિયાન મળનારી ગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન કેન્‍દ્રના ટેક્‍સટાઈલ, વાણિજ્‍ય અને ઉદ્યોગ તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલની મુલાકાત કરી હતી. કેન્‍દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના કેટલાક પડતર પ્રશ્નો બાબતે પણ ઊંડાણથી ચર્ચા-વિચારણાં કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાતમાં બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના મુદ્દે ફળદાયી ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હાલમાં દિલ્‍હીની મુલાકાતે છે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મંત્રાલયોમાં પડતર પ્રોજેક્‍ટો અને પ્રસ્‍તાવોના કાર્યાન્‍વયનની બાબતમાં ગતિઆવવાની સંભાવના જોવાઈ રહી છે.

Related posts

વલસાડમાં જાહેર સ્‍થળોમાં અખાડે ગયેલી ફાયર સિસ્‍ટમો: સર્વિસ કરાવાની દોડધામ મચી

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્‍ટર ઝોન વોલીબોલ સ્‍પર્ધામાં ઝળહળતી સફળતા

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

Leave a Comment