October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

ઉમેદવારી ફોર્મ લેવામાં અપક્ષ ઉમેદવારો ઉત્‍સાહિત : પાંચ ઉમેદવારોએ કુલ નવ ઉમેદવારી પત્રો લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાતની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી પ્રક્રિયાની હલચલ ચાલુ થઈ ગઈ છે. 180 પારડી વિધાનસભાની બેઠક માટે પાંચ ઉમેદવારો નવ ઉમેદવારી પત્રો લઈ ગયા છે. જો કે હજુ સુધી એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી.
ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયાની જાહેર કરેલ અવધીમાં ઉમેદવારી પત્ર ભરવાની તા.05 નવેમ્‍બર જાહેર કરાયેલી છે. જો કે તા.08 નવેમ્‍બર મંગળવાર સુધીમાં પારડી વિધાનસભાની બેઠક આપના ઉમેદવાર કેતન પટેલ બે ફોર્મ, નવિન શંકર પટેલ અપક્ષ ઉમેદવારી પત્ર-1, પ્રવિણ ભોલાજી અપક્ષ 3 ઉમેદવારી ફોર્મ, સંજય શાંતુ વળવી અપક્ષ-2 ઉમેદવારી પત્રો લઈ ગયા છે. તથા હેમંત ગોપાળ ટંડેલ અપક્ષ-1 ઉમેદવારી પત્ર મળી પાંચ ઉમેદવારો દાવેદારી માટે આઠ ફોર્મ લઈ ગયા છે. જો કે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 15-11-2022 અને પરત ખેંચવાની તા.17-11-2022 ની જાહેર થયેલી છે. ત્‍યારબાદ તા.01-12-2022ના રોજ મતદાન થશે. જો કે મુખ્‍ય રાજકીય પક્ષ ભાજપ કે કોંગ્રેસ દ્વારા એક પણ ફોર્મ લેવાયું નથી. માત્ર અપક્ષઉમેદવારોનો ફોર્મ લેવાનો ઉત્‍સાહ જોવા મળ્‍યો છે.

Related posts

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

આદિવાસી યુવતીને જાતિ વિષયક ગાળો દેનારી અવધ યુટોપિયાની ભારતી શાહ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ

vartmanpravah

દાનહ જિલ્લાની નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબેન પટેલની ભવ્‍ય જીત

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment