Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રથમ ઈ.સી. બેઠક યોજાઈઃ વિવિધ 41 કમિટી મેમ્બરોની કરાયેલી નિયુક્તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.02: વી.આઈ.એ.ના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલની અધ્‍યક્ષતામાં પ્રથમ ઈ.સી. કમિટીની મિટિંગ તા. 1 જૂન2023ના રોજ યોજવામાં આવી હતી. જેમાં શ્રી હેમાંગભાઈ નાયક, શ્રી સુનિલભાઈ અગ્રવાલ અને શ્રી કેતનભાઈ શાહને કો-ઓપ્‍ટ મેમ્‍બર તરીકે સ્‍થાન મળ્‍યું હતું જ્‍યારે શ્રી કમલભાઈ શાહ, શ્રી મધુભાઈ મંગુકિયા, શ્રી ગૌતમભાઈ શાહ અને શૈલેન્‍દ્રભાઈ વીસપુતેનો ઇન્‍વાઇટેડ મેમ્‍બર તરીકે સમાવેશ કરવામાં આવ્‍યો હતો. આ મિટિંગમાં 41 કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં જી.આઈ.ડી.સી. કમિટી, મેમ્‍બરશીપ કમિટી અને પ્રોહિબીશન ડિપાર્ટમેન્‍ટ કમિટીના ચેરમેન તરીકે શ્રી કૌશિકભાઈ પટેલ, નોટીફાઈડ એરિયા કમિટી ચેરમેન તરીકે શ્રી હેમંતભાઈ પટેલ, એન્‍વાયરોન્‍મેન્‍ટ કમિટી ચેરમેન તરીકે શ્રી રાજુલભાઈ શાહ, વોટર, મુક્‍તિધામ વકિર્ંગ અને ટેક્‍સટાઇલ કમિટી ચેરમેન તરીકે શ્રી મગનભાઈ સાવલિયા, ડ્રેનેજ કમિટી ચેરમેન તરીકે શ્રી વિઠ્ઠલભાઈ આર.પટેલ, પાવર અને કેમિકલ ક્‍લસ્‍ટર કમિટી ચેરમેન તરીકે શ્રી સુરેશભાઈ પટેલ, ગેસ કમિટી ચેરમેન તરીકે શ્રી ચંદ્રેશભાઈ મારુ, ઈ.એસ.આઈ.સી. કમિટી ચેરમેન તરીકે શ્રી રતિકાંતભાઈ તિવારી, પી.એફ. કમિટી ચેરમેન તરીકે શ્રી લલિતભાઈ અરોરા, ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિટી ચેરમેન તરીકે શ્રી પ્રભાકરભાઈ બોરોલે, ડી.આઈ.સી. કમિટી ચેરમેન તરીકે શ્રી નિમિષભાઈ શાહ, એમ.એસ.એમ.ઈ. કમિટી ચેરમેન તરીકે શ્રી સંજયભાઈ સવાણી, ફેક્‍ટરી એક્‍ટ કમિટી ચેરમેનતરીકે શ્રી કાંતિભાઈ ગોગદાની, ઈમ્‍પોર્ટ/એક્ષ્પોર્ટ કમિટી ચેરમેન તરીકે શ્રી પ્રશાંતભાઈ મંગુકિયા, એચ.આર.ડી. કમિટી ચેરમેન તરીકે શ્રી હેમાંગભાઈ નાયક, ઇન્‍કમટેક્ષ અને જી.એસ.ટી. કમિટી ચેરમેન તરીકે શ્રી રિકેનભાઈ ટંડેલ, બેંક અને ફાઇનાન્‍સ કમિટી ચેરમેન તરીકે શ્રી કુલદીપભાઈ પટેલ, સિક્‍યુરિટી કમિટી ચેરમેન તરીકે શ્રી મેહુલભાઈ પટેલ, રેલવે કમિટી ચેરમેન તરીકે શ્રી જોયભાઈ કોઠારી, પબ્‍લિક રિલેશન કમિટી ચેરમેન તરીકે શ્રી મિલનભાઈ દેસાઈ, સ્‍પોર્ટ્‍સ, એસેટ મેનેજમેન્‍ટ અને બ્‍લડ ડોનેશન કેમ્‍પ કમિટી ચેરમેન તરીકે શ્રી કમલેશભાઈ પટેલ, ગ્રીન સોસાયટી, મીડિયા કમિટી અને ફાર્મા એન્‍ડ બલ્‍ક ડ્રગ ક્‍લસ્‍ટર ચેરમેન તરીકે શ્રી કલ્‍પેશભાઈ વોરા, આઈ.ટી.કમિટી ચેરમેન તરીકે શ્રી જીગરભાઈ પટેલ, ક્રિટિકલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સી.એસ.આર. કમિટી ચેરમેન તરીકે શ્રી યોગેશભાઈ કાબરિયા, સેન્‍ટર ઓફ એક્‍સલેન્‍સ કમિટી ચેરમેન તરીકે શ્રી ક્રિષ્‍નાનંદ હેબલે, લીગલ એડવાઇઝરી અને કન્‍સ્‍ટીટયૂશન અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કમિટી ચેરમેન તરીકે શ્રી રજનીશભાઈ આનંદ, વી.ઈ.સી.સી. કમિટી ચેરમેન તરીકે શ્રી પ્રકાશભાઈ ભદ્રા, ઇવેન્‍ટ કમિટી ચેરમેન તરીકે શ્રી તુષારભાઈ શાહ, પેપર એન્‍ડ પેકેજીંગ ક્‍લસ્‍ટર કમિટી ચેરમેન તરીકે શ્રી સુનિલભાઈ અગ્રવાલ તથા ટ્રેડ એન્‍ડ કોમર્સ કમિટી ચેરમેનતરીકે શ્રી રાજીવભાઈ મુન્‍દ્રાનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં કેમિકલ ક્‍લસ્‍ટર, પેપર એન્‍ડ પેકેજીંગ ક્‍લસ્‍ટર, ફાર્મા ક્‍લસ્‍ટર અને ટ્રેડ ક્‍લસ્‍ટર નામની કમિટીનું નિર્માણ પ્રથમ વખત કરવામાં આવ્‍યું છે.

Related posts

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

વિધાનસભા નાયબ મુખ્‍ય દંડકના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી યુપીએલ બ્રિજ નજીક એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે રૂા.2.75 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ આઈશર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

Leave a Comment