October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આશાધામ સ્‍કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્‍ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું

વલસાડ, દમણ બાદ હવે વાપીમાં પણ યુવાનોની સ્‍ટંટની ઘેલછા :
પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વર્તમાન સમયની જનરેશનને જોખમી સ્‍ટંટ જોખમી સેલ્‍ફીઓ લેવાની ગાંડપણની હદ સુધી ઘેલછા વારંવાર જોવા મળી રહી છે. આજે શુક્રવારે બપોરે વાપી આશાધામ સ્‍કૂલ રોડ ઉપર એક યુવાને પેસેન્‍જર ભરેલી રીક્ષામાં સ્‍ટંટ કર્યો હતો. જેથી રાહદારીઓ અને ટુવ્‍હિલર ચાલકો માટે સરેઆમ યુવાને જોખમ ઉભુ કર્યું હતું.
વાપી આશાધામ સ્‍કૂલ રોડ ઉપર આજે મુસાફરો ભરેલી રીક્ષામાં એક યુવાને સ્‍ટંટ કર્યો હતો. ખુદ માટે તો જોખમી સ્‍ટંટ હતો જ પરંતુ રાહદારી અને ટુવ્‍હિલર ચાલકો માટે પણ સલામતિ જોખમાઈ હતી. થોડા સમય પહેલાં વલસાડ-દમણમાં જોખમી યુવાનો દ્વારા જોખમી સ્‍ટંટના બનાવો પ્રકાશમાં આવ્‍યા હતા. જો કે વલસાડમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વલસાડ જેવી વાપી પોલીસ સ્‍ટંટબાજ યુવાનને શોધી કાનૂની કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. જાહેર સલામતિ માટે પણ આવા સ્‍ટંટ માફ કરી ના શકાય. રસ્‍તે ચાલતા લોકો પણ મુસીબતમાં મુકાઈ શકે છે. આજકાલની નવી જનરેશનને શાન ઠેકાણે લાવવાનો સમય પાકી ગયો છે.

Related posts

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

Leave a Comment