December 1, 2025
Vartman Pravah
વાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘ક્રિસમસ’ની ઉજવણી થઈ

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘ક્રિસમસ’ની ઉજવણી થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.25 : ક્રિસમસ કેન્‍ડી જેવું છે; તે ધીમે ધીમે તમારા મોંમાં ઓગળે છે અને દરેક સ્‍વાદની કળીને મધુર બનાવે છે, જેનાથી તમે ઈચ્‍છો છો કે તે કાયમ ટકી શકે. ક્રિસમસ માત્ર એક દિવસ નથી, તે મનની એક ફેમ છે, જ્‍યારે આપણે દરરોજ ક્રિસમસ જીવીએ છીએ ત્‍યારે પૃથ્‍વી પર રહેવા માટે શાંતિની જરૂરિયાત હોઈ છે. નાતાલની ખુશી ફેલાવવાની શ્રેષ્‍ઠ રીત એ છે કે બધા સાંભળી શકે તે રીતે મોટેથી ગાવું.
પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીમાં આ તહેવારની મીઠાશ માણવા ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. દિવસની શરૂઆત ઉત્‍સવ અને કેરોલ ગાયન વિશેની માહિતી ધરાવતી વિશેષ એસેમ્‍બલી સાથે થઈ હતી. ત્‍યારબાદ કેક કાપવામાં આવી હતી. સાન્‍ટા વિના ક્રિસમસ મીઠાશ વગરની કેરી જેવું છે. વિદ્યાર્થીઓને આヘર્યચકિત કરીને તમામ વિદ્યાર્થીઓ માટે ચોકલેટથી ભરેલા ખિસ્‍સા સાથે સાયકલ પર સવારી કરતા સાંતાએ પ્રવેશ કર્યો અને વિદ્યાર્થીઓને ચોકલેટ આપી તેમને આનંદિત કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નેજા હેઠળ કરવામાં આવ્‍યો હતો તેમજ શાળાનાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ક્રિસમસની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment