Vartman Pravah
પારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના તમામ વિજેતા ધારાસભ્‍યોનું સન્‍માન સમારોહ તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્‍વીકાર કાર્યક્રમ પારડી શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો

ભારત રત્‍ન દેશના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય સ્‍વ.અટલબિહારી વાજપેઈજીની જન્‍મ જયંતી નિમિત્તે ‘‘સુશાસન દિન” ઉજવણી કરી પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ
દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીનો ‘‘મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25 : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લાના પાંચે વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ભવ્‍ય વિજય મેળવનાર તેમજ ગુજરાત સરકારમાં સતત બીજી વખત નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે પારડીના ધારાસભ્‍યશ્રી કનુભાઈ દેસાઈજીને પદભાર મળતા તમામ ધારાસભ્‍યશ્રીઓનો સન્‍માન તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્‍વીકાર કાર્યક્રમ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ‘‘મન કી બાત” અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ.અટલ બિહારી વાજપાઈજીની જન્‍મજયંતી નિમિત્તે કાર્યક્રમ શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પારડી ખાતે વલસાડ જિલ્લા ભાજપનાઅધ્‍યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શિતલબેન સોનીની વિશેષ ઉપસ્‍થિતિમાં રાખવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી, સ્‍વ.અટલબિહારી વાજપાઈજીને પુષ્‍પાંજલિ અર્પણ કરી ‘‘સુશાસન દિવસ”ની ઉજવણી કરાઈ હતી તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનો ‘‘મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવ્‍યો હતો. આ તબક્કે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રધેય ભારત રત્‍ન સ્‍વર્ગીય શ્રી અટલ બિહારી વાજપાઈજીની જન્‍મ જયંતી નિમિત્તે પ્રદેશ મંત્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીએ તેમના જીવન ચરિત્ર અંગે ઉપસ્‍થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. આ સાથે જ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીએ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી ભાજપના ચાણકય દેશના ગૃહરાજ્‍ય અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી નડાજી ભાજપ ગુજરાત પ્રદેશના અધ્‍યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા શ્રી સી.આર પાટીલજી, ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન બદલ, અને ઉપસ્‍થિત સર્વેકાર્યકર મિત્રોનો, મતદારોનો, હોદ્દેદારોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમજ આવનારી 2024 ની લોકસભાની ચૂંટણીમાં ત્‍યારથી જ કામે લાગી જવા આહવાન કર્યું હતું. આ સાથે જ પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલે પણ ઉપસ્‍થિત કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. કાર્યક્રમમાં ઉપસ્‍થિત વલસાડ વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ તેમના વક્‍તવ્‍યમાં સર્વે કાર્યકર્તાઓનો તેમજ મતદારોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
કાર્યક્રમમાં પારડીના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ તબક્કે સર્વ કાર્યકર મિત્રો, મતદારોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આવનારી લોકસભાની ચૂંટણીઓ અન્‍વયે સંગઠનની સૂચના મુજબ કામે લાગી જવા સૂચના આપી હતી તેમજ સૌ સાથે મળીને વલસાડ જિલ્લાનો હરણફાળ વિકાસ કેવી રીતે કરી શકાય એ દિશામાં સુચારુ રૂપે કામગીરી કરવા સૂચનો કર્યા હતા.
કાર્યક્રમમાં વલસાડના સાંસદ સભ્‍ય શ્રી ડો.કે.સી.પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષશ્રીઓ શ્રી જીતેશભાઈ પટેલ શ્રી નિખિલભાઈ ચોકસી શ્રીમતી જીગીતસાબેન પટેલ, શ્રી રાજનારાયણ તિવારી, જિલ્લા ભાજપના હોદેદારો, પારડી તાલુકા પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ, પારડી શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા મીડિયા કન્‍વીનર દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા સોશિયલ મીડિયા કન્‍વીનર હિતેશ સુરતી, જિલ્લા આઈ.ટી. મીડિયા કન્‍વીનર ધ્રુવીન પટેલ, ચેતનભાઈ પટેલ, તાલુકા શહેર તેમજ નગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah

Leave a Comment