(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સાથે સંચાલક મંડળ દ્વારા દિવાળી શુભેચ્છા મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીનાએ તમામને દિવાળીની શુભકામના પાઠવી હતી. સંસ્થાના સ્થાપક પુરાણ સ્વામીએ પણ આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે ચેરીટી ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજનકરી અને તેમાંથી મળેલ નફાને મોટાપોંઢા ગાંધી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને દિવાળીની ભેટ આપવાના કાર્યને બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સહયોગી બનનાર વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના 200 જેટલા શિક્ષકો તથા સંચાલક મંડળના સભ્યો ડાયરેક્ટશ્રી, વિવિધ વિભાગના આચાર્યગણ તથા વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યું હતું.