October 15, 2025
Vartman Pravah
દીવ

ઝોલાવાડી ગ્રામ પંચાયત ખાતે પ્રશાસન ગાવ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25 : આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને દીવ કલેકટર ફવર્મન બ્રહ્માના નેતૃત્‍વમાં પ્રશાસન ગાંવ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દીવ જિલ્લા પ્રશાસન દ્વારા તારીખ 21 થી 24 સુધી વણાકબારા ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત, બુચરવાડા ગ્રામ પંચાયત અને ઝોલાવાડી ગ્રામ પંચાયત ખાતે પ્રશાસન ગાવ કી ઓર કાર્યક્રમનું કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. આજરોજ ઝોલાવાડીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રશાસન ગાવ કી ઓર કાર્યક્રમમાં દરેક વિભાગની સેવાઓનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કલેકટર શ્રી ફવર્માન બ્રહ્મા, ડેપ્‍યુટી કલેકટર ડો.વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશદમણીયા, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણીયા, દીવ નગર પાલિકાના પ્રમુખ હેમલતા સોલંકી અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબેન સંજય વાજા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્‍વલિત કરી કરવામાં આવી, ત્‍યારબાદ ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત દીવ જિલ્લાની સરકારી કચેરીઓએ પોતપોતાની સેવાઓને લગતા સ્‍ટોલ ઉભા કર્યા હતા. આ સ્‍ટોલ પર દીવના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની સમસ્‍યાઓ સાંભળી, સેવાઓ વિશે માહિતી આપી હતી અને તેમની સમસ્‍યાઓનું શકય તેટલું જલદી નિરાકરણ કરવામાં આવ્‍યું હતું અને વિભાગોને લગતી જરૂરી સેવાઓ સ્‍થળ પર જ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્‍ટર શ્રી ફરમાન બ્રહ્મા, તથા ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે ગ્રામજનોને, ડોમિસાઈલ સર્ટિફિકેટ, લર્નિંગ લાયસન્‍સ વગેરેનું સ્‍થળ પર જ વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે ડીસીપીઓ વિભાગ દ્વારા વ્‍હીલચેરનું વિતરણ પણ કલેકટર ફવર્મન બ્રહ્માના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આજે ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં 538 લોકોએ આ કેમ્‍પનો લાભ લીધો અને ચાર દિવસ દરમિયાન 3325 ગ્રામજનોએ લાભ લીધો હતો.

Related posts

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ ભાજપ દ્વારા કાર્યાલય દમણ ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘જલ શક્‍તિ અભિયાન અંતર્ગત’ જલ સંચય જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 2.39 લાખની રોકડ અને 8.45 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

Leave a Comment