January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને ઘરેથી ઘરેણાં ભરેલ ડબ્‍બો ચોરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલીના થાલા વસુધારા ડેરી રોડ સ્‍થિત રિલાયન્‍સ પેટ્રોલપંપની સામે રહેતી ટીંકલબેન અંકુરભાઈ પટેલ (ઉ.વ-36) એ આપેલ ફરિયાદમાં જણાવ્‍યાનુસાર જે ગઈ તા.21-એપ્રિલ 24 ના રોજ ચીમલા ખાતે લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા અને 22-એપ્રિલના રોજ મોડી રાત્રીના દોઢેક વાગ્‍યાના સુમારે આવ્‍યા હતા. બાદ 24-એપ્રિલની સવારના સમયે ઘરમાં સેટીના ગાદલા નીચે પ્‍લાસ્‍ટિકના ડબ્‍બામાં મુકેલ ઘરેણા જેમાં સોનાના કંગન જોડ-1 આશરે વજન 2 તોલા કિ.રૂ.45,000/-, સોનાની ચેઇન નંગ-1 આશરે વજન 2 તોલા કિ.રૂ.45,000/- તેમજ સોનાની કાનની બુટ્ટી જોડ-1 આશરે વજન 5-ગ્રામ કિ.રૂ.5,000/- મળી કુલ્લે રૂ.95,000/- ની એક મહિના સુધી શોધખોળ કરતા મળી આવ્‍યો ન હતો. આખરે પરિવારને સોનાના ઘરેણા ભરેલ ડબ્‍બો કોઈ ચોર ઈસમ ચોરી કરીગયાનું જણાયુ હતું.
ઉપરોક્‍ત બનાવ બાબતે પોલીસે ટીંકલબેન પટેલની ફરિયાદ આધારે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah

Leave a Comment