October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

166 બાળ વિજ્ઞાનિકોએ જુદી જુદી કેટેગરીમાં 83 કૃતિઓ રજૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી ચલા સ્‍થિત બુનમેક્‍સ સ્‍કૂલમાં આજે મંગળવારે બાળ વૈજ્ઞાનિકપ્રદર્શન 2024-25નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા આયોજીત વિજ્ઞાન પ્રદર્શનમાં 53 શાળાના બાળકોએ ભાગ લીધો હતો. 166 બાળ વિજ્ઞાનિકોએ વિવિધ 5 કેટેગરીમાં 83 કૃતિઓ રજૂ કરી હતી. તેમજ 83 શિક્ષકોએ પણ ભાગ લીધો હતો.
વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરેલ મોડલ અંગે એસવીએસ કન્‍વીનર અનિલ પટેલે જણાવ્‍યું હતું કે, વિજ્ઞાન પ્રદર્શન પાંચ વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જેમાં ફુટ એન્‍ડ હેલ્‍થ હાઈઝીન, ટ્રાન્‍સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ મેથેમેટિક મોડલીંગ એન્‍ડ કમ્‍યુટેશન, વેસ્‍ટ મેનેજમેન્‍ટ એન્‍ડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટનો સમાવેશ થાય છે. પ્રદર્શનમાં ટ્રાન્‍સપોર્ટેશન નેશનલ ફોંગ પરની અદભુત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ બનાવી હતી. જેમાંથી નવ જજીસ દ્વારા બેસ્‍ટ કૃતિ પસંદ કર્યા બાદ તેને રાજ્‍ય કક્ષાએ મોકલવામાં આવશે. વાહન ચાલતા હોય ત્‍યારે જે ધુમાડો પર્યાવરણમાં ભળી નુકશાન પહોંચાડે છે તે ધુમાડાને યાંત્રિક મશીન દ્વારા અલગ અલગ પ્રોડક્‍ટ બનાવી શકાય. જેવી કે પેન્‍સીલ, માર્કર જેવી ચીજો ડો.સાહિલ, ડો.રાજેશ્રી ટંડેલ, ડીઈઓ વલસાડ તેજસ પટેલ, એઈઆઈ ડો.દર્શનાબેન, સ્‍કૂલના એમ.ડી. દિલશાદબેન, પ્રિન્‍સિપાલ તૃપ્તી પ્રાધ્‍યા સહિતના મહાનુભાવોએ પ્રદર્શનને ખુલ્લુ મુક્‍યુ હતું.

Related posts

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment