Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે બેસ્‍ટ જિલ્લા કલેક્‍ટરનો એવોર્ડ વલસાડના તત્‍કાલિન કલેક્‍ટર સી.આર. ખરસાણને એનાયત

  • એવોર્ડની સાથે વલસાડ જિલ્લાના વધુ વિકાસ માટે રૂા. 40 લાખની ગ્રાન્‍ટ પણ ફાળવાઈ

  • શ્રી ખરસાણે ઈ-મેઘ-પ્રોજેક્‍ટ, સીએમ ડેશબોર્ડ, રાત્રી સભા અને ચૂંટણીલક્ષી કામગીરીમાં વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર અને હાલમાં અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્‍યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી સી.આર.ખરસાણને ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે વર્ષ 2018-19ના સર્વશ્રેષ્ઠ જિલ્લા કલેકટર તરીકે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. એવોર્ડની સાથે વલસાડ જિલ્લાના વિકાસ માટે રૂ. 40 લાખની ગ્રાંટ પણ ફાળવાઈ હતી.
વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂરની સ્‍થિતિ સર્જાતા તારાજીના દ્રશ્‍યો જોવા મળતા હતા. પરંતુ સંભવિત પૂર વિશે આગોતરી માહિતી મળી શકે અને પૂરના કારણે થતું નુકસાનીનું પ્રમાણ ઓછુ કરી શકાય એ માટે વલસાડ જિલ્લાના તત્‍કાલિક કલેકટરશ્રી સી.આર.ખરસાણ દ્વારા અર્લી વોર્નિંગ ફોર ફલડ મેનેજમેન્‍ટ અંગેની ગોઠવણી પાયલોટ પ્રોજેક્‍ટ તરીકેકરવામાં આવી હતી. આ ઈ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) પ્રોજેક્‍ટને દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય કક્ષાનો સ્‍કોચ ગોલ્‍ડન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. શ્રી ખરસાણના કાર્યકાળ દરમિયાન સીએમ ડેશબોર્ડની કામગીરીમાં વલસાડ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. સીએમ ડેશ બોર્ડમાં પ્રજાલક્ષી 50થી વધુ સેવા જેવી કે, દાખલા-પ્રમાણપત્ર આપવા, 108 સેવા, રેવન્‍યુ અને પંચાયત સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં નિયત સમય મર્યાદામાં લોક-પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો હતો.
નોકરી ધંધા અર્થે દિવસ દરમિયાન બહાર રહેતા ગ્રામજનો રાત્રિ દરમિયાન મળી શકે અને તેઓની સમસ્‍યા સાંભળીને તેનો સત્‍વરે ઉકેલ લાવી શકાય તે માટે તત્‍કાલિન કલેકટરશ્રી ખરસાણ દ્વારા કલસ્‍ટર મુજબ ચારથી પાંચ ગામડા મળી રાત્રિ સભાનું આયોજન પણ કરાયું હતું. જેના થકી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળી હતી. આ સિવાય ઈન્‍ડિયન એક્‍સપ્રેસ એક્‍સલન્‍સ એવોર્ડ, ઈ-ગવર્નન્‍સ એક્‍સલન્‍સ એવોર્ડ અને બેસ્‍ટ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના વિવિધ એવોર્ડ શ્રી ખરસાણે વલસાડ જિલ્લામાં વર્ષ 2017 થી 2020 સુધીના કાર્યકાળ દરમિયાન મેળવી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. ત્‍યારે ફરી એક વાર સુશાસન દિવસે તા.25 ડિસેમ્‍બર 2022ના રોજ ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે શ્રીખરસાણને વર્ષ 2018-19 દરમિયાન આદિવાસી જિલ્લાની કટેગરીમાં વલસાડ જિલ્લાના બેસ્‍ટ જિલ્લા કલેકટરનો એવોર્ડ મુખ્‍ય સચિવશ્રી, મુખ્‍યમંત્રીશ્રીના મુખ્‍ય અગ્ર સચિવશ્રી તથા સિનિયર સચિવશ્રીઓની ઉપસ્‍થિતિમાં એનાયત કરવામાં આવ્‍યો છે. સાથે ઉત્‍કળષ્ઠ કામગીરી બદલ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે પ્રશસ્‍તિપત્ર અને રૂા. 51,000નું પારિતોષિક પણ એનાયત કરાયું હતું. વલસાડ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ જિલ્લાના સુજ્ઞ નાગરિકોએ શ્રી ખરસાણને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોગ મહોત્‍સવનું આયોજન

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

Leave a Comment