Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

ઓક્‍ટોબર, 2018માં આરોપીએ પોતાના ભાઈને સુરતથી દમણ ફરવા બોલાવી દારુ પિવડાવી નશાની હાલતમાં હત્‍યા કરી લાશને વરકુંડ પોલીટેક્‍નિકની પાસે કિચ્‍ચડવાળી જમીનમાં ફેંકી દીધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
દમણ જિલ્લા અને સેશન્‍સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્‍યાના કેસની સુનાવણી પૂર્ણ થતાં આજે જિલ્લા અને સેશન્‍સ જજ શ્રી પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ પોલીસને 3જી ઓક્‍ટોબર, 2018ના રોજ એક ફોન પર વરકુંડ પોલિટેકનિક કોલેજ પાસેના કાદવવાળા મેદાનમાંએક વ્‍યક્‍તિની લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી લાશને બહાર કાઢી હતી. લાશના ગળામાંથી શર્ટ અને તેના પેઇન્‍ટના ખિસ્‍સામાંથી ગ્રૂપ ફોટો મળી આવ્‍યો હતો. જે પછી એફઆઈઆર નંબર 111/2018માં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો અને ફોટોગ્રાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે લેબર કોન્‍ટેક્‍ટર્સની મદદથી ફોટામાં દેખાતા લોકોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ફોટામાં દેખાતો વ્‍યક્‍તિ ભૈયાલાલ સિંહ બંધન ડાભેલની બાદર સુલજ લેબોરેટરીઝમાં કામ કરે છે. 4 ઓક્‍ટોબરે પોલીસે ભૈયાલાલની કંપનીમાંથી ધરપકડ કરી હતી. પોલીસે ભૈયાલાલના ઘરેથી મૃતક રામલખન સિંહના કપડા અને પર્સ કબજે કર્યા હતા, જેમાં રામલખનનું આધાર કાર્ડ અને સુરતથી મોબાઈલ ખરીદવાનું બિલ પણ મળી આવ્‍યું હતું. ભૈયાલાલે જણાવ્‍યું કે મૃતક રામલખન સિંહ તેનો પિતરાઈ ભાઈ હતો, જે સુરતમાં નોકરી કરતો હતો. આરોપીએ રામલખનને દમણ આવવા બોલાવ્‍યો હતો. રામલખન એક જોડીદનશ આસન સિંહને પોતાની સાથે લાવ્‍યો હતો. બંને લોકો ભૈયાલાલ સાથે દમણના દરિયા કિનારે ફરવા આવ્‍યા હતા અને ત્રણેય જણાએ દારૂ પીધો હતો અને સાથે ફોટા પડાવ્‍યા હતા. દમણથી વાપી પરતફરતી વખતે ઓટોમાં ત્રણેય લોકો ઝઘડો કરવા લાગ્‍યા હતા, જેના કારણે ઓટો ચાલકે ત્રણેયને ડેલ્‍ટીન પાસે નીચે ઉતારી દીધા હતા. આસન સિંહ દારૂના નશામાં વરકુંડ પોલીસ ક્‍વાર્ટરમાં ગયો અને ભૈયાલાલ રામલખનને કીચડવાળા મેદાન તરફ લઈ ગયો અને માર મારવા લાગ્‍યો. લડાઈ દરમિયાન ભૈયાલાલે તેના શર્ટ વડે રામલખનનું ગળું દબાવીને હત્‍યા કરી હતી. જે બાદ ભૈયાલાલે લાશને ખેંચીને માટીમાં ફેંકી દીધી હતી. ભૈયાલાલ પાછો ફર્યો અને ફૂટપાથ પર સૂતેલા આસન સિંહને જગાડીને તેના ઘરે લઈ આવ્‍યો. આસન સિંહને રામલખન વિશે પૂછવા પર તેણે કહ્યું કે તે સુરત પાછો ગયો છે. આ કેસના તપાસ અધિકારી શ્રી પંકેશ ટંડેલે 28 ડિસેમ્‍બર, 2018ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
જિલ્લા અને સેશન્‍સ જજ શ્રી પી.કે. શર્માએ ગુરુવારે કેસની સુનાવણી કરતી વખતે એફએસએલ રિપોર્ટ અને ડોક્‍ટર, પોલીસ અને પંચો સહિત કુલ 10 સાક્ષીઓની સુનાવણી કરી હતી. સુનાવણીમાં આરોપી રામલખનના કપડાં પર લાગેલી માટી રામલખનના શરીર પર માટી સાથે ભળી ગઈ હતી. જિલ્લા અને સેશન્‍સ જજ શ્રી પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને હત્‍યાના કેસમાં દોષી ઠેરવ્‍યો હતો અને તેને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. આકેસમાં સરકારી વકીલ શ્રી હરિ ઓમ ઉપાધ્‍યાયે જોરદાર હિમાયત કરી આરોપીઓને જેલના સળીયા સુધી પહોંચાડ્‍યા હતા.

Related posts

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment