7 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ 79 સહભાગીઓએ લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: ભારત સરકારના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય દાનહ સ્કાઉટ ગાઈડ દ્વારા મનાલી ખાતે 5 દિવસીય સમર એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે ભારે ઉમંગ, ઉત્સાહ અને આનંદ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય સમર એડવેન્ચર કેમ્પમાં દક્ષિણ પૂર્વ તટ રેલ્વે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત કુલ 7 રાજ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રકૃતિની ખીણોમાં ગ્રિષ્મ(ઉનાળાની ઋતુ)કાલીનમાં પ્રકૃત્તિને માણવાનો અને આનંદ સહિત તેની હિમાચ્છાદિત વિસ્તારોની જાણકારી મેળવવાનો હતો. અત્રે આયોજીત પાંચ દિવસીય ગ્રિષ્મકાલીન એડવેન્ચર કેમ્પમાં રાયફલ શૂટિંગ, તિરંદાજી, રોક ક્લાઈમ્બિંગ, રૈપલિંગ, જીપ લાઈન, લૈડર રોપ, કમાંડો બ્રિજ, મનકી બ્રિજ, રિવર(નદી) ક્રોસીંગની સાથે હરીઅપ્પા મંદિર, માંજની મહાદેવ મંદિર, મોલ રોડ, અટલ ટર્નક, સીસુ, કોકસરજેવા હિમાચ્છાદિત વિસ્તારોની મુલાકાત લઈને તમામ સહભાગીઓએ કુદરતી ખીણોનો આનંદ માણ્યો હતો. ઉપરાંત કેમ્પ ફાયર દરમિયાન તમામ રાજ્યો/પ્રદેશોથી આવેલા સહભાગીઓએ પોતપોતાના રાજ્યો/પ્રદેશોની સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. જેમાં ગાયન અને નૃત્ય રજૂ કરીને ગુજરાત અને ઉત્તર પ્રદેશ વિજેતા બન્યા હતા. આ કેમ્પમાં કુલ 17 પરિવારો જોડાયા હતા જેમાં પૂજા જોશી, પ્રગતિ બોરીસાગર, દુષ્યંત પંડિત, દુસમંતા પટનાયક, ચંદ્રશેખર સાખરે, સૂર્યપ્રકાશ તિવારી, નિમિષા રાઠોડ, પ્રમોદ પટેલ, સૃષ્ટિ ચૌહાણ, વૈશાલી પવાર, વી. વી. શ્રીદેવી, વંદના મેહસાના પરિવાર, અક્ષર પટેલ અને નિતેશ સરોજે ઉત્તમ ભાગીદારી નોંધાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ એડવેન્ચર શિબિરનું આયોજન દાનહ ભારત સ્કાઉટ ગાઈડ રાજ્ય સચિવ સુધાંશુ શેખરે ઈન્ડિયન એડવેન્ચર ફાઉન્ડેશન અને એડવેન્ચર ટાસ્ક ફોર્સના સહયોગથી કર્યું હતું. જેમાં કાવ્યાંશ કુલશ્રેષ્ઠ, ક્રિષ્ના પવાર અને પૃથ્વી પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.