October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

કાર્યક્રમમાં એક્‍સપાયરી ડેટ વાળી 30 મહિના જૂની વાસી પાણીની બોટલો વેપારીઓને અપાતા કચવાટ છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ સાથે સંવાદન કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણીલક્ષી યોજાયેલ આ કાર્યક્રમમાં વેપારીઓને પીવા માટે અપાયેલ મિનરલ વોટરની બોટલો 30 મહિના જુની હોવાથી વેપારીઓમાં આક્રોશ સાથે કચવાટ જોવા મળ્‍યો હતો.
ડીસેમ્‍બર 2022માં યોજાનાર ગુજરાતની સામાન્‍ય ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જીતવા માટે શષાો સજાવા શરૂ કરી દીધા છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વધુ આક્રમક બની ઠેર ઠેર મતદારોને રીઝવવાના અઢળક વચનોની બેફામ લ્‍હાણી આરંભી સભાઓનો દોર શરૂ થઈ ચૂક્‍યો છે. તે અંતર્ગત બુધવારે સાંજના વાપી લેઉવા પાટીદાર વાડીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ગોપાલ ઈટાલીયાએ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. જી.એસ.ટી. સહિત દારૂબંધીના મુદ્દાઓ ચર્ચાયા હતા. ઈટાલીયાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ દ્વારા 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે. આપની સરકાર બનશે તો ટીપુ દારૂ ન મળે તેવી વ્‍યવસ્‍થા થશે. આમ આદમી પાર્ટી તાકતવર પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. ઈટાલીયાએ વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, ભાજપસરકાર ડરી રહી છે. વારંવાર મંત્રીઓ બદલી રહી છે. કાર્યક્રમમાં હિમાલયા બેવરીઝની મીનરલ બોટલો વેચાઈ હતી તે 30 મહિના જુની હતી. એક્‍સપાયરી ડેટ વિતી ગયેલી હોવા છતાં ગત વિધાનસભામાં ચૂંટણીમાં કારમી હાર પામેલા ડો.રાજીવ પાંડે દ્વારા મીનરલ બોટલો અપાઈ હતી. વેપારીઓએ એક્‍સપાયરી ડેટ જોતા ગુસ્‍સો જોવા મળ્‍યો. મીનરલ વોટર 30 મહિના જુનુ હતું. એક તબીબ દ્વારા વેપારીઓના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કર્યા હોવાની હકીકતો પ્રકાશમાં આવી હતી.

Related posts

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

Leave a Comment