October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

કેનીંગ ક્‍લાસમાં અધિકારીઓ દ્વારા તાલીમાર્થીઓને પ્રેક્‍ટિકલ તાલીમ પણ આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત કિસાન દિવસ ઉજવણી અંતર્ગત વલસાડની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા તા.23 ડિસેમ્‍બરના રોજ વલસાડ તાલુકાના કચીગામ અને ધરમપુર તાલુકાના મોટી લુહેરી ગામમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી લુહેરી ગામના 123 ખેડૂતો અને કચીગામ ખાતે 110 ખેડૂતોએ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.
વલસાડ તાલુકાના કચીગામ ખાતેની તાલીમમાં નાયબ બાગાયત નિયામક નિકુંજ એન.પટેલ, જિલ્લા ખેતીવાડીઅધિકારી અરૂણ ગરાસિયા, આત્‍મા પ્રોજેક્‍ટના નાયબ ખેતી નિયામક ધિરેન્‍દ્ર પટેલ દ્વારા વિષય અનુરૂપ બાગાયત ખાતાની કાર્યરત યોજનાઓ કોમ્‍પ્રીહેન્‍સીવ હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ કાર્યક્રમ, મિશન મધમાખી યોજના, કમલમ ફળ વાવેતર જેવા વિવિધ ઘટકો વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી ગરાસિયાએ ઈ-કેવાયસી અંગેની પ્રોસેસ તા. 31 ડિસેમ્‍બર 2022 સુધીમાં પૂર્ણ કરવા જણાવ્‍યું હતું. ઉમરગામના બાગાયત અધિકારી મોહિની કે.શાહ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. પારડી તાલુકાના બાગાયત અધિકારી કેવીન ચાહવાલા દ્વારા ફળ અને શાકભાજીના નિકાસ અને અપેડા ( એગ્રીકલ્‍ચર એન્‍ડ પ્રોસેસ ફુડ પ્રોડક્‍ટ એક્‍સપોર્ટ ડેવલપમેન્‍ટ ઓથોરિટી) ફાર્મ રજિસ્‍ટ્રેશન વિશે જણાવવામાં આવ્‍યું હતું. પરિયા પ્રાયોગિક કળષિ કેન્‍દ્રના વૈજ્ઞાનિક સી.આર.પટેલ દ્વારા આંબાની ખેતીમાં માવજત વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.
ધરમપુર તાલુકાના મોટી લુહેરી ગામ ખાતેની તાલીમ શિબિરમાં પરિયા પ્રાયોગિક કળષિ કેન્‍દ્રના વૈજ્ઞાનિક ડો. સચિન ચવાણ દ્વારા શાકભાજી પાકોમાં રોગ જીવાત નિયંત્રણ માટે જરૂરી પગલા લેવા માટે જણાવવામાં આવ્‍યું હતું. તિસ્‍કરી તલાટ ગામના પ્રાકળતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત ઠાકોરભાઈ પટેલદ્વારા પ્રાકળતિક ખેતીના ફાયદા અને જમીન સુધારણાની સમજ આપવામાં આવી હતી. વલસાડ બાગાયત કચેરીના મદદનીશ બાગાયત નિયામક એ.એમ.વહોરાએ બાગાયત ખાતાની કાર્યરત યોજના કોમ્‍પ્રિહેન્‍સીવ હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ કાર્યક્રમ, મિશન મધમાખી યોજના, કમલમ ફળ વાવેતર જેવા વિવિધ ઘટકો વિશે માહિતી આપી હતી. ધરમપુરના વિસ્‍તરણ અધિકારી દ્વારા ઈ-કેવાયસી અંગેની પ્રક્રિયા તા.31 ડિસેમ્‍બર 2022 સુધીમાં પૂર્ણ કરવા જણાવાયું હતું. ધરમપુરના બાગાયત અધિકારી મેહુલ ગાવિત દ્વારા પ્‍લગ નર્સરીની યોજના વિશે તથા બાગાયત ખાતાની વિવિધ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. કપરાડાના બાગાયત અધિકારી નિયતી પટેલે બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજના અને અર્બન હોર્ટીકલ્‍ચર યોજના વિશે માહિતી આપી હતી. સાથે જ અધિકારીઓ દ્વારા મહિલા તાલીમાર્થીઓને પપૈયાની ટૂટી ફૂટી, ટોપ્રાના લાડુ, ખજૂરના લાડુ અને મિક્‍સ ફ્રુટ જામ સહિતની બનાવટોની -પ્રક્‍ટીકલ તાલીમ પણ અપાઈ હતી.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

Leave a Comment