Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક નજીકના આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં જોરદાર ધડાકા બાદ લાગેલી આગ

જોરદાર ધમાકાના અવાજથી હેબતાઈ ગયેલા એપાર્ટમેન્‍ટના રહીશોમાં મચેલી ભાગદોડઃ તમામ લોકો તાત્‍કાલિક બિલ્‍ડીંગની નીચે સહીસલામત ઉતરી ગયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસ ઝંડાચોક વિસ્‍તારમાં આવેલ પંડયા ટાવરની પાછળના આયશા એપાર્ટમેન્‍ટમાં મળસ્‍કે ચાર વાગ્‍યાના સુમારે જોરદાર ધમાકા સાથે વીજમીટરમાં ભડકો થઈ આગ ફાટી નીકળી હતી. જોરદાર થયેલા ધમાકાના અવાજથી ચોંકી ઉઠેલા એપાર્ટમેન્‍ટમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને તમામ લોકો તાત્‍કાલિક બિલ્‍ડીંગની નીચે સહીસલામત ઉતરી ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના ઝંડાચોક ખાતેના પંડયા ટાવરની પાછળ આવેલા આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં મળસ્‍કે ચાર વાગ્‍યાના અરસામાં એકાએકા ધડાકો થયો હતો અને ત્‍યારબાદ આગ ફાટી નીકળી હતી. આ જોરદાર ધડાકા અને આગ પકડી લેતાં બિલ્‍ડીંગમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેઓ ફટાફટ બિલ્‍ડીંગની નીચે ઉતરી ગયા હતા. ત્‍યારબાદ બિલ્‍ડીંગના મુખ્‍ય માણસોએ દાનહ પાવર હાઉસ કચેરી ખાતે પહોંચી ત્‍યાં ઉપસ્‍થિત કર્મચારીઓને ઘટના અંગે જણાવ્‍યું હતું કે, અમારી બિલ્‍ડીંગમાં લાગેલા વીજમીટરમાં જોરદાર ધડાકો થયા બાદ આગ લાગી છે, તેથી તાત્‍કાલિક અસરથી પાવર સપ્‍લાય બંધ કરો જેથી કોઈ વધુ નુકસાન નહીં થાય. પરંતુ પાવર હાઉસ કચેરીએ ઉપસ્‍થિત કર્મચારીઓએ ઉડાવ જવાબ આપ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, અમને જ્‍યાં સુધી ઉપરથી ઓર્ડર આપવામાં નહીં આવે ત્‍યાં સુધીઅમે કંઈજ ન કરી શકીએ. વીજ કર્મચારીઓના બેજવાદાર જવાબથી બિલ્‍ડીંગ એપાર્ટમેન્‍ટના રહીશોએ આગ ઉપર કાબુ મેળવવા ધૂળ અને રેતી નાંખી પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્‍થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્‍યો હતો.
આ ઘટનામાં એપાર્ટમેન્‍ટના 11મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. ત્‍યારબાદ વીજ કર્મચારીઓ દ્વારા ઘટના સ્‍થળે પહોંચી સાંજે સાત વાગ્‍યા સુધી વીજમીટરનું રીપેરીંગ કામ કર્યું હતું. એક બાજુ ભારે ગરમીનો પ્રકોપ હોવાથી વીજળી વિના પંખા, એ.સી. કે કુલર બંધ રહેતા આખો દિવસ એપાર્ટમેન્‍ટના રહીશોને ગરમીના બફારામાં રહેવાની નોબત આવી હતી. આ ઘટનામાં કોઈને કોઈપણ પ્રકારની ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

દમણમાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી આપેલી મુક્‍તિ બદલ દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનો માનેલો આભાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

Leave a Comment