(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20:આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓ 2023-24માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે એવા M . Com sem IV માં પ્રથમ ક્રમે આવનાર ધોડી ભૈરવી ધીરુભાઈ(8.00 SGPA), બીજા ક્રમે બે વિદ્યાર્થીઓ છે જેમાં પટેલ નીતિક્ષા હિતેશભાઈ અને ચૌબે પ્રિયા શ્યામલાલ ચંદ્રકલા (7.50 SGPA) અને ત્રીજા ક્રમે સોંધિયા બાદલ રાજેશભાઈ સંગીતા (7.33 SGPA )એ પ્રાપ્ત કર્યા છે આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ તેમજ ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી અને ગુજરાતી માધ્યમ ના હેડ પ્રા.ચિત્રા શેઠદેસાઈ એ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.