October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ આંતર સમાજ ઈલેવનમાં કોળી સમાજ ઈલેવન ચેમ્‍પિયનઃ દરબાર ઈલેવન રનર્સઅપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર નાઈટ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ કોળી સમાજ અને દરબાર સમાજ વચ્‍ચે રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા કોળી સમાજ ઇલેવને 8-ઓવરમાં 4-વિકેટ ગુમાવી 94-રન બનાવતા જેના જવાબમાં દરબાર ઈલેવને 8-ઓવરમાં 6-વિકેટના નુકશાને માત્ર 41-રન બનાવતા કોળી સમાજ ચેમ્‍પિયન બની હતી. ટુર્નામેન્‍ટમાં બેસ્‍ટ ફિલ્‍ડર વિકાસભાઈ, બેસ્‍ટ બેટ્‍સમેન જય મરોલી, મેન ઓફ ધી સિરીઝ વિકાસ ધકવાડા જ્‍યારે બેસ્‍ટ બોલર નિકુંજ નાગધરાની પસંદગી થવા પામી હતી. જ્‍યારે ચેમ્‍પિયન થયેલી કોળી સમાજને ટ્રોફી તેમજ રોકડ રૂ.25,000/- જ્‍યારે રનર્સઅપ થયેલી દરબાર ઈલેવનને ટ્રોફી તેમજ રોકડ રૂ.15,000/- આપવામાં આવ્‍યા હતા. જ્‍યારે ગ્રામ્‍ય ક્રિકેટ ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચમાં દાંતી ઈલેવ અને નારગોલ ઈલેવન વચ્‍ચે રમાઈ હતી. જેમાં પ્રથમબેટિંગ કરતા દાંતી ઈલેવને 8-ઓવરમાં 1-વિકેટના નુકશાને 72-રન ફટકાર્યા હતા. જેના જવાબમાં નારગોલ ઈલેવને 8-ઓવરમાં 6-વિકેટના નુકશાને 68-ફટકારતા દાંતી ઇલેવન ચેમ્‍પિયન બની હતી.
આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ, પૂર્વ પ્રમુખ કલ્‍પનાબેન ગાવીત, જલાલપોર તાલુકા પંચાયત સભ્‍ય ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્‍ટને પાર પાડવા શૈલેષભાઈ યુ.પટેલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્‍થિત સૌ પ્રેક્ષક મિત્રો તથા ખેલાડીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

વાપી સી ટાઈપમાંથી કારની ઉઠાંતરી

vartmanpravah

Leave a Comment