Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : ભારત સરકાર દ્વારા 1 જાન્‍યુઆરીથી એક વર્ષ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દરેક એનએફએસએ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. એનએફએસએ મુજબ પ્રાથમિકતા વાળા પરિવારોના લાભાર્થીઓને જે સબસીડી વાળા ખાદ્યાન્ન 4.5 કિલો ચોખા અને 0.5 કિલો ઘઉં પ્રતિ કાર્ડ દર મહિને બે રૂપિયા કિલોના ભાવે ઘઉં અને ત્રણ રૂપિયા કિલોના દરે ચોખા રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ મુજબ પ્રદાન કરવામાં આવતા હતા જે હવે જાન્‍યુઆરી 2023થી ડિસેમ્‍બર 2023 સુધી ઉપરોક્‍ત ખાદ્યાન્ન દરેક લાભાર્થીઓને નિઃશુલ્‍ક પ્રદાન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજનાની અવધિ 31 ડિસેમ્‍બર 2022ના રોજ સમાપ્ત થઈ ચુકી છે અને જાન્‍યુઆરી 2023થી આમજનતાને પોતાની પાત્રતા અનુસાર ભારત સરકારના ઉપરોક્‍ત મફત અન્ન યોજનાનો લાભ એનએફએસએ મુજબ પ્રાપ્ત કરી શકે છે.

Related posts

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

વાપીમાં રવિવારે પોલિયો નેશનલ રાઉન્‍ડનો પ્રારંભ: 200 જેટલા પોલિયો બુથ કાર્યરત કરાયા

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

Leave a Comment